Jan Jagruti work Social Work

યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેકટરીની મુલાકાત લઈ પ્રભાવિત થયા ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત.

યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેકટરીની મુલાકાત લઈ પ્રભાવિત થયા ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત

સુરતમાં યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ્સ લિ. ની એક અલગ ઓળખ છે. અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને સુરત શહેરમાં આજ રોજ પધારેલા ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે આજે યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ જે સ્વાદ, ક્વોલિટી અને ઉચ્ચતમ ગુણવત્તાનાં સૌથી નવીન ઉત્પાદનો થકી એફએમસીજી માર્કેટ લીડર બની રહ્યું છે. આ ફેક્ટરીની કાર્યશૈલી, સ્વચ્છતા, પ્રોડક્ટ અને મેનેજમેન્ટની મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી. એમની આ મુલાકાત દરમિયાન શહેરનાં ઉદ્યોગપતિઓ, સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પ્રમોદ સાવંત ગોવામાં એક યુવા નેતા તરીકે અને પર્રિકરની જેમ પોતાની સાદગી માટે જાણીતા છે. 46 વર્ષીય ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જેમનું આખું નામ ડૉક્ટર પ્રમોદ પાંડુરંગ સાવંત છે. તેઓ એક આયુર્વેદિક ડૉક્ટર છે. તેઓ દેશની કોઈપણ વિધાનસભામાંના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ છે. જેઓ આજે સુરતમાં હતા અને યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ ફેકટરીની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *