Social Work

દરરોજ શ્રી શ્રવણ ટિફિન સેવા ના સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે 144 જેટલા વૃધ્ધ માં-બાપ સમજી ઘર બેઠા ટિફિન પહોંચાડે છે.

શ્રી શ્રવણ ટિફિન સેવા નિરાધાર નિઃસહાય નિઃસંતાન વૃધ્ધો ને એક ટાઈમ નું જમવા નું પણ નસીબ નથી હોતુ.તેવા માં-બાપ સમજી ને સેવા માં કાર્યરત આનંદ સદભાવના ચરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટિફિન સેવા છેલ્લા પાંચ વર્ષ થી સ્વયં સેવક મિત્રો ઘરે જઈ ને બે ટાઈમ શુદ્ધ ને સાત્વિક ભોજન નું ટિફિન આપી સેવા પુરી પાડવા માં આવી રહી છે.આ અવિરત સેવા સાથે હવે ગ્રુપ ના ટ્રસ્ટી શ્રી શૈલેશ ભાઈ રામાણી તેમના જન્મદિવસે ગૌરવરૂપ નિર્ણય લીધો હતો કે શ્રી શ્રવણ ટિફિન સેવા ના રસોઈઘર માં વપરાશ માં આવતી તમામ વસ્તુઓ જેમ કે અનાજ. કરિયાણુ. કઠોળ. તેલ.ઘી.મરી મસાલા જરૂર પડતી દરેક વસ્તુઓ પુરી પાડશે. ગ્રુપ પ્રમુખ પ્રકાશભાઈ ભલાણી જણાવતા કહીયું કે અમે ગ્રુપ ના સાથી મિત્રો દ્વાર રોજે સવારે 7 વાગીયા થી રસોઈ બનાવા નું ચાલુ થાય છે ને 10 વાગે પૂરું થાય છે ત્યાર પછી 11 વાગે ટિફિન ભરી ને જરૂરીયાત મંદ વૃધ્ધો ને વિતિરણ નું સેવા નું કામ શરૂ થાય છે.
પ્રમુખશ્રી પ્રકાશભાઈ ભલાણીએ ગ્રુપ વિસે વધારે જણાવતા કહીયું કે આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ના સન્નિષ્ઠ કમિટી ના સભ્યો સંજયભાઈ ,વિપુલભાઈ, જયેશભાઇ ,જગદીશભાઈ, મહેશભાઈ તેમજ ટ્રસ્ટીશ્રી ઉત્કૃષ્ટ સેવા થીજ આ સેવાકાર્ય ચાલી રહ્યું છે.

More news : www.ngofatafatnews.com

Facebook : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *