Social Work

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા રક્ષાબંધન પર્વને ખરો વળાંક આપી કોરોના વોરિયર્સને રાખડી બાંધીને પ્રોત્સાહિત કરાયા.

રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટની બહેનો દ્રારા ભાઈ-બહેન ના અતુટ સંબંધ નુ સાક્ષ એટલે કે રક્ષાબંધન પર્વની ઉજવણી રાખડીઓ તેમજ મીઠાઈ ઘરે બનાવી આજના કોરોના વોરિયર્સ જેમ કે મહામારીથી રક્ષણકર્તા પોલિસકર્મી અને જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિર નાં માનસીક દર્દીઓ સાથે ઉજવવામાં આવ્યું. જેમાં ખુબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગરૂપ બની ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરી એક પ્રેરણાત્મક કાર્ય પુરૂ પાડેલ છે. તેમજ આ પ્રોજકટ રક્ષાબંધન માં જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિરનાં માનસીક દર્દીઓ ને નાસ્તા નું સૌજન્ય નીતિનભાઈ ધામેલિયા તરફ થી આપવામાં આવ્યું હતું. માનવતાભર્યુ આ કાર્યક્રમ ક્લબ પ્રેસિડેન્ટ રો. પ્રતિકભાઈ વસોયા અને સેક્રેટરી રો. વિપુલભાઈ બલરના માર્ગદર્શન હેઠળ પ્રોજક્ટ્ ચેર રો. બંસી સેખડા અને રો. હિરલ કિકાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

More news : www.ngofatafatnews.com

Facebook : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *