Educational help

‌ગં. સ્વ.બહેનોના અભ્યાસ કરતા બાળકોને વિનામુલ્યે નોટબુક સાથે કીટ વિતરણ કરી એમના ચહેરા પર મુસ્કાન લાવતું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ

જેણે સેવા કરવી જ છે એ કોઈપણ સમય સંજોગ કે પરિસ્થિતિમાં પોતાનું કાર્ય શરૂ રાખે છે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત લોકડાઉન સમય અને કોરોના મહામારી સમયે જ્યારે શિક્ષણ ક્ષેત્રે તમામ કાર્યો બંધ છે પોતાની ફરજ રૂપી દરવર્ષે ચોપડાનું વિના મુલ્યે વિતરણ કરે છે તે કાર્ય તા. 8/8/2020, શનિવારે જોયન્સ સ્કૂલ, વરાછા ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે એક હજારની વધારે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ચોપડા કીટ વિતરણ કરવામાં આવ્યું જેમાં 7 નોટબુક, 5 પેન, 250 ગ્રામ બિસ્કીટ પેકેટ, સૂકો નાસ્તાની કિટો બનાવી વિતરણ કરવામાં આવ્યું આવા કપરા સમયે પણ આ સંસ્થાએ પોતાની અતૂટ સેવા શરૂ રાખી છે, જેમાં વાસ્તુ ઘી તરફથી સાથ સહકાર મળ્યો હતો.

More news : www.ngofatafatnews.com

Facebook : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *