એક હાથ , એક સાથ….. વીરતાને વંદન….
ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો..
Covid-19ની વૈશ્વિક મહામારી છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા પ્રથમ દિવસથી જ પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર, પરિવારજનોથી દૂર રહીને સતત તન, મન, અને ધનથી સેવા આ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવેલી હતી, તેમજ આ ટાઈગર ફોર્સ ટીમના સભ્યો વિવિધ શહેર અને જીલ્લામાં કોરોનાની જંગ સામે ખુબજ નીડરતાથી સેવાના યોદ્ધાઓ નિસ્વાર્થભાવે સેવા નિભાવી રહ્યા હતા. માર્ચ 2020માં પ્રથમ લોકડાઉન થયું ત્યારથી ટાઈગર ફોર્સ , ગુજરાત દ્વારા તા. 25-3-2020 ના રોજથી “ભૂખ્યાને ભોજન” આપવા માટે 24 કલાક રસોડું , 72 દિવસ અવિરતપણે શરુ રાખવામાં આવ્યું હતું. સાથોસાથ CISFની ટુકડીઓ જ્યારે બંદોબસ્ત માટે સુરત મુકામે રોકાણ કરેલી હતી તે વખતે તેઓની રહેવા , જમવા સાથેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જ્યારે લોકડાઉન દરમ્યાન ટ્રેન મારફતે મુસાફરો ઘરવાપસી કરતા હતા ત્યારે તેઓ માટે ફૂડપેકેટ ની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવેલ હતી. બીજી વેવ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે Covid-19ના દર્દીઓને દાખલ કરવા માટે જ્યારે બેડ ખૂટતા હતા ત્યારે સુરત મહાનગરપાલિકા અને “સેવા” સંસ્થાના સથવારે અઈસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને વિવિધ ક્ષેત્રના દાતાઓના આર્થિક સહયોગથી 300 થી વધુ દર્દીઓને સારવાર કરીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સામજિક અને આરોગ્યની સેવાઓ બદલ ટાઈગર ફોર્સ સેવાના યોદ્ધાઓનો સન્માન સમારોહ ફાઉન્ટેઇન બેન્કવેટ હોલ કેનાલરોડ સીમાડા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ટાઈગર ફોર્સના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જીતેન્દ્રસિંહ શિકરવાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી નરેશભાઈ વાઘાણી, રાજ્સ્વી મહાનુભાવો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના પ્રતીનીધીઓની પ્રેરક ઉપસ્થિત રહી હતી, આ સમગ્ર આયોજનનું સંચાલન ટાઈગર ફોર્સ-પ્રદેશ અધ્યક્ષ મિલનભાઈ ચૌહાણ પ્રદેશ ઉપાધ્યક્ષ બીપીનભાઈ તળાવીયા અને ટાઈગર ફોર્સ ટીમ ગુજરાત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે આ સંસ્થા આયોજીત “એક હાથ એક સાથ” અભિયાન વિશે વધુ માહિતી આપતા મિલનભાઈ એ જણાવ્યું હતું કે સુખદુખનાં સમયમાં સભ્યો એકબીજાને મદદરૂપ થઈ શકાય એવા આ સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવશે, સભ્યોને આવી પડતી મુશ્કેલીમાં સંસ્થા દ્વારા આરોગ્ય તેમજ શૈક્ષણિક રીતે મદદરૂપ બનાશે. એક હાથ એક સાથ અભિયાનમાં સેવા કરતા કોઈપણ કાર્યકર્તા સેવાભાવી સભ્યો જોડાઈ શકે છે, જે બીજાની સેવા કરે છે એમને જ્યારે આપત્તિ આવે છે ત્યારે એમની સાથે ખભો થી ખભો ટાઈગર ફોર્સ ટીમ ઉભી રહે છે આ બાબતે વધુ માહિતી માટે 99092 91524 પર સંપર્ક કરવા વિનંતી.