આજે ૪ ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ( વિશ્વ કર્ક રોગ દિવસ ) કેન્સર સામે ની જાગૃતિ માટે ઉજવાય છે. વિશ્વ માં યુનિયન ફોર વર્લ્ડ કેન્સર કંટ્રોલ (UICC) જાગૃતિ અને તેમના સપોર્ટ માટે દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આંકડો મોટો છે
સુરત માં ૨૦.૩ % કેન્સર તંબાકુ થી થાય છે. તેમાં ૧૧ .૫ % જીભ નું કેન્સર અને ૮.૪ % ફેફસાનું કેન્સર.
અમદાવાદ ની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સટિટ્યૂટ માં ૫૦ % કેન્સર ના દર્દી માત્ર તંબાકુ ના કારણે થાય હોય તેવા દર્દી હોય છે.
- ડૉ. કૌશલ પટેલ (સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ) – સ્ક્રીનીંગ થી કેન્સર ના જલ્દી નિદાન થી કેન્સર થી જીવન બચાવી શકાય
દેશ માં કેન્સર ના નવા કેસો અને મૃત્યુ એકંદરે વધી રહ્યા છે. દર વર્ષે ૭ લાખ થી વધુ મૃત્યુ કેન્સર થી થાય છે. પરંતુ કેન્સર એટલે કેન્સલ નહિ. સ્ક્રીનીંગ થી કેન્સર વહેલા નિદાન થી બચી શકાય છે. રોજ ૩૦ મિનિટ શારીરિક કસરત, સારો ખોરાક લેવો અને વધુ પડતાં સન લાઈટ અને રેડીયેશન થી દુર રહેવું કેન્સર થી બચાવી શકે છે. શરીર માં લાંબા સમય થી થતા ફેરફાર જેવા કે કોઈ ભાગ માં ગાંઠ, સ્તન ના ભાગ માં ગાંઠ કે તેમાં થતો ફેરફાર, લાંબા સમય ના ચાંદા , શરીર ના લાખ કે મોલ માં થતાં ફેરફાર , ખોરાક ગાળવામાં તકલીફ આ બધા માં તપાસ જરૂરી છે. ( ડૉ. કૌશલ પટેલ, સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ)
2) ડૉ. હસમુખ બલાર ( લોહી અને કેન્સર રોગ ના નિષ્ણાત, સુરત હિમેટોલિજી સેન્ટર) – જીવનશૈલી અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક થી કેન્સર થી બચી શકાય છે..
ભારત દેશ માં ના ૨૦૧૮ માં ૧.૧૬ મિલિયન ઇંટલા નવા કેસ રેકોર્ડ થાય. તેનો મતલબ થયો દર ૧૦ વ્યક્તિએ ૧ વ્યક્તિ તેના જીવન દરમિયાન કેન્સર નો ભોગ બને છે. દર ૧૫ કેન્સર માં દર્દી એ એક દર્દી મૃત્યુ પામે છે.કેન્સર ની બીમારી નું પ્રમાણ રોજ બરોજ વધતું જાય છે. આપનો ધ્યેય તેને થતું અટકાવવાનો છે. જેના માટે. જીવનશૈલી, સ્વાસ્થ્યવર્ધક ખોરાક જરૂરી અને જંક ફૂડ, ધૂમ્રપાન, દારૂ અને બને તેટલો રેડિયેશન ધરાવતા ઉપકરણો નો ઉપયોગ ટાળવો ખુબ જરૂરી છે. – ડૉ. હસમુખ બલાર ( લોહી અને કેન્સર રોગ ના નિષ્ણાત, સુરત હિમેટોલિજી સેન્ટર)
3) ડૉ. પૂર્વશ ઢાકેચા (પ્રાંત અધ્યક્ષ , ઇન્ડિયા હેલ્થ લાઈન દક્ષિણ ગુજરાત પ્રાંત) – આવનારા દાયકા માં મોબાઈલ અને ઈન્ટરનેટ થી બ્રેન ટ્યૂમર ના કેસો વધી રહ્યા છે.
રેગ્યુલર ચાલતા અમારા ઇન્ડિયા હેલ્થ લાઈન કેમ્પ માં બ્રેસ્ટ કેન્સર, મોઢા નું કેન્સર , અને સ્ત્રી ઓ માં સર્વાઇકલ કેન્સર માં કેસો વધી રહ્યા છે. હવે નવો પડકાર ઈન્ટરનેટ અને મોબાઈલ ના રેડિયશન થી થતું કેન્સર બ્રેઇન કેન્સર છે. ખાસ કરીને બાળકો થી મોબાઈલ દૂર – ડૉ. પૂર્વશ ઢાકેચા ( પ્રાંત અધ્યક્ષ , ઇન્ડિયા હેલ્થ લાઈન દક્ષિણ ગુજરાત પ્રાંત)
વધારે ન્યુસ માટે : https://ngofatafatnews.com/