સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના 75 મા અમૃત મહોત્સવનાં ભાગરુપે સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં 75 ફુટ નો વિશાળ તિરંગા સાથે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તિરંગાયાત્રામાં 75 ફુટ ના તિરંગા ની સાથે રોલર સ્કેટ બાસ્કેટબોલ ના રમતવીરોની કરતુતો અને ખેતીપ્રધાન દેશની યાદ અપાવે તેવા સુશોભીત બળદ ગાડા આ યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
યાત્રા પુર્ણ થયા બાદ અકસ્માત બાદ જરુર પડતા મેડીકલનાં સાધનો જેવા કે વ્હીલ ચેર , વોકર , ટોઇલેટ ટબ , રીવોલ્વીંગ બેડ , વોક સ્ટીક જેવા સાધનો મોટા વરાછા , વેલંજા , ઉમરા , ઉત્રાણ ના લોકોને પોતાને ખર્ચ કરી વસાવવા ન પડે તે માટે નિશુલ્ક આપવાનું વિમોચન કરવામા આવ્યું હતું. જેમા વિશેષ પ્રતિભા સન્માન ગ્લોસ્ટાર ગ્રુપના કેશુભાઇ ગોટી , એડવોકેટ સમીરભાઇ બોધરા, રબ્બર ગર્લ અન્વી ઝાંઝરુકીયા, રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પીયન દર્શન લખાણી, કુલદીપ લખાણી , આરતી લખાણી નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ના ડે.મેયર દીનેશભાઇ જોધાણી, ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાવડીયા, લોકસાહીત્યકાર ઘનશ્યામ લખાણી , યુટ્યુબર ટ્વીંકલ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.