સેવા-સુરતનાં સૈનિકોએ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી.
સુરતથી સેવા સંસ્થા દ્વારા વતનની વ્હારે અભિયાનમાં સેવાના યોધ્ધાઓ સાથે તબીબી ડોક્ટરો પણ જોડાયા છે. ત્યારે આ ડોક્ટરોની સેવા નાના નગર પૂરતી મર્યાદિત ના રહેતા સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામડાઓમાં પહોંચી સેવાની ધૂણી ધખાવી રહી છે. સતત સેવા કરતા કાર્યકર્તાઓને જિલ્લા, તાલુકા અને ગામડાઓમાંથી ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. નાના નાના ગામડાઓમાંથી આ ટીમ જ્યારે પસાર થાય છે. ત્યારે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એમના રૂટનો વિસ્તાર જાણી નજીકનાં સગા સબંધીઓ તેમજ જાણકાર વ્યક્તિઓ મારફ્ત અતિ લાગણીથી પધારો અમારે ગામનો સંદેશ અને આવકાર ટીમને પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ભાવનાઓને ન્યાય આપવા માટે ટીમ પણ ભાવુક બનીને પોતાની ફરજ સમજીને ત્યાં પહોંચી જાય છે. આવી જ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના નાના સમઢીયાળા ગામે જોવા મળી ત્યાં લોકોને જાણ થતાં ગામ પર આવી પડેલ બીમારીને ધ્યાનમાં રાખી ડોક્ટર તબીબી સભ્યો સાથે છે એવી ખબર પડતાં સેવા સંસ્થા યોદ્ધાઓનાં કાફલાઓને રોકી કોરોના સંક્રમિત દર્દીઓની તપાસ માટે એક જ જગ્યા પર 90 થી વધારે બહેનો અને ભાઈઓ એકત્રિત થઈ ગયાં.
ત્યારે ટીમના લોકોએ ગામનાં ચોરાની જેમ તત્કાલ OPD ગોઠવી ગ્રામજનોનાં સ્વાસ્થ્ય માટે જરૂરી જાણકારી આપીનેદર્દીઓની સેવા કરાઇ હતી. ટીમના આ કાર્ય માટે ગ્રામજનોએ બધા જ સેવાનાં યોદ્ધાઓને તાળીઓ અને આશિર્વાદ આપી વધાવ્યા હતા. આ દ્રશ્યો કેમેરાની નજરે કેદ કરી આપની સમક્ષ મુકાશે ત્યારે આપનું હૃદય પણ હર્ષ અને ઉમંગ સાથે કરેલા કાર્યની પ્રસંશા કરતા ચૂકશે નહીં .આવી સેવાના કાર્યમાં ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, કેનિલભાઈ ગોળકીયા, નિલેશભાઈ ઘેવરિયા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.