જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત સ્કૂલોમાં સેવા સંસ્થા સુરતથી પધારેલા ડોક્ટરોએ સેવા આપી.
સૌરાષ્ટ્રમાં કોરોનાની ખુબ મોટી લહેર ચાલી રહી હતી ત્યારે સંતોકબા મેડિકલ સેન્ટર અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત કોવિડ કેર સેન્ટર લાઠી શિવમ વિદ્યાલય અને રામકૃષ્ણ વિદ્યાલય આ બંને સંસ્થાઓએ સાથે મળીને તાત્કાલિક ધોરણે આ સંસ્થાનાં કાર્યરત સભ્યોશ્રીએ સ્થાનિક ડોક્ટરો સાથે સંકલન કરી ઉત્તમ પ્રકારે દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડ ના પડે એવી 40 થી વધુ બેડની ઑક્સિજન બોટલ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરી સ્કૂલનું સંપૂર્ણ સેન્ટર કોવિડ સેન્ટરમાં ફેરવ્યું હતું. અહીં અપાતી તમામ સેવાઓ જેમાં દવા, નાસ્તો ભોજન ફ્રુટ જેવી તમામ જરૂરિયાતની વસ્તુઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.અહીં કાર્યરત મેનેજમેન્ટકર્તા, નર્સિંગ સ્ટાફ ડોક્ટર અને સંસ્થાનાં પ્રતિનિધિઓ રાત દિવસ સંપૂર્ણ તકેદારી લઈ સેવા આપી રહ્યા છે.
સેવા સંસ્થા સુરતથી વતનની વ્હારે અભિયાનમાં સૌરાષ્ટ્રથી પધારેલા ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રોનકભાઈ વઘાસિયા એ અહીં મુલાકાત લઈ દર્દીઓને તપાસીને ઉત્તમ પ્રકારની સેવા આપી હતી. તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.