સુરત શહેર હમેંશા માટે લોકોની મદદ અને સહાયરૂપ થતું રહ્યું છે તે થી સુરત શહેર દાનવીરોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે અન્ય શહેરને કઈ પણ સહાયની જરૂર હોય છે ત્યારે સુરત શહેર મોખરે હોય છે. ત્યારે હાલમાં ટોક્યો ઓલ્મપિક 2020 યોજાણો છે તેમાં ભારતીય મહિલા હોકી ટીમ ખુબ જ આગળ વધી રહી છે. ત્યારે મહિલા હોકી ટીમ જો ફાઇનલ મેચ જીતે તો ઘણા લોકો તેમણે પ્રોત્સાહિત કરશે.
સાથે સાથે સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા વિમેન્સ હોકી ટીમના ખેલાડીને કાર તેમજ ઘર આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત વાઇરલ કરવામાં આવી છે. ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં મેડેલ જીતે તો તમામ ખેલાડીને ઘર લેવા માટે 11 લાખ તેમજ કાર લેવા 5 લાખ ઇનામ આપવામાં આવશે.