Educational help Jan Jagruti work Social Work Surat news

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો દ્વારા કાર્યક્રમ “કર્મણ્યમ” – કર્મ એ જ ઉદ્દેશ્ય હેઠળ એવોર્ડ સરેમની યોજાઈ.

રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો ના પૂર્વ પ્રેસિડેન્ટ રો.ઘનશ્યામ ખુંટ તથા સેક્રેટરી રો.શૈલેષ વઘાસિયા દ્વારા ગત વર્ષ ના કર્યા ની રજૂઆત થઈ કે જે ક્લબ ની ફેલોશિપ અને સમાજસેવા ને સાર્થક કરતા હતા જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, X-Ray મશીન ડોનેશન, કીટ વિતરણ, રેડ રેવોલ્યુશન, વિષર્જન થી સર્જન, ટ્રી પ્લાન્ટેશન , તેમજ ફેલોશિપ માટે બુલેટ કી સવારી , ધામાલગલી, રાસોત્સવ જેવા અનેક પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા .


સાથ , સહકાર અને સમર્પણ ભાવના થી જે જે મેમ્બર્સ એ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા તેમને “કર્મણ્યમ” માં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ ઇન્સ્ટોલિંગ ઓફિસર DGN રો. તુષાર શાહ ની હાજરી હેઠળ થયો તેમજ સમાજ સેવા ના આ કાર્ય ને બિરદાવવા અનેક સમાજ શ્રેષ્ઠિ જેવા કે પરબતભાઇ બગદાણા , શ્યામજી ભાઈ તેજાણી, ભીખાભાઈ ખુંટ, મનોજભાઈ ગોધાણી, કાંતિભાઈ માંગુકિયા, શરદભાઈ ઝાલાવાડીયા તેમજ કાંતિભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા.


અંતમાં નવા વર્ષ માટે ચુંટાયેલા પ્રમુખ રો. ઘનશ્યામ ડોબરીયા અને સેક્રેટરી રો. વિપુલ કાકડીયા દ્વારા મેમ્બર્સ ને આ વર્ષે પણ સમાજસેવા માં સમર્પિત થવા ની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *