Social Work

કોરોના વોરિયર્સ શહીદ ડોક્ટરની વહારે આવ્યું ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF)

કોરોનાનો સૌથી વધુ ડર કોરોના વોરિયર્સને રહે છે. કોરોના ગ્રસ્ત દર્દીઓની વચ્ચે સારવાર કરતાં કરતાં દેશમાં અનેક કોરોના વોરિયર્સનો ભોગ લેવાય રહ્યો છે એમાંનાં સુરતના એક કોરોના વોરિયર્સ શહીદ ડોક્ટરનું મોત દિલ રડાવી દે તેવું છે. સુરતની વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતા માત્ર 36 વર્ષનાં ડો હિતેશ લાઠીયાનું નિધન થયું છે. વિનસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દઓની સારવાર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને ત્યાંજ બુધવારે તેઓએ કોવિડ કેર સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોઈ યુવા તબીબનું કોરોનાથી અવસાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે. 55 દિવસ સુધી અનેક દર્દીઓની સારવાર કરીને સાજા કરીને ઘરે મોકલનાર ડોક્ટરનું જ અવસાન થતાં શહેરના તબીબ જગત શોકમગ્ન થઈ ગયું છે.

15 દિવસની સારવાર બાદ આ યુવા તબીબ કોરોનાને હરાવી શક્યા ન હતા. એક તબીબ, જે દર્દીઓને સરવાર દરમ્યાન ખૂબ જ હિંમત આપતા હતા, પણ અફસોસ કે તેઓ જ કોરોના સામે હારી ગયા હતા. સતત 55 દિવસ તેઓએ હોસ્પિટલમાં સારવાર કરી હતી, હોસ્પિટલના સ્ટાફ સહિત સુરત શહેરે તેમને ભારે હૃદયે ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી, ડો હિતેશને એમના માતા પિતાએ પોતે સંઘર્ષ કરી દીકરાને ડોક્ટર બનાવ્યો હોય અને એજ દીકરો ભર યુવાનીમાં અવસાન પામે ત્યારે ભલભલાનાં હૈયા કંપી જતા હોય છે, ડોક્ટર હિતેશ પોતે ભાડે રહેતા એમની આર્થિક સ્થિતિ સારી ન હતી, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનનાં સહયોગથી ડો. પૂર્વેશભાઈ ઢાંકેચાનાં અથાક પ્રયાસોથી શહેરનાં 150 થી વધારે ડોક્ટરોના સહકારથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે, સાથે આપ પણ યોગદાન આપી પરિવારને મદદ કરી શકો છો, આ દાનમાં 80G નો લાભ મેળવવા માટે, ડોનર નું આખું નામ, અડ્રેસ, પાન નંબર સાથે નરશીભાઈ સવાણી ફોન નંબર 95375 34411 પર સંપર્ક કરવા વિનંતી.

More news : www.ngofatafatnews.com

Facebook : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *