Social Work

મુંબઇ ખાતે GPBO નો ભવ્ય શુભારંભ.

યુવાનોના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. તેના દ્વારા ચાલતી અનેક પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં 14 હજારથી વધુ બિઝનેસમેનનું સંગઠન છે. ગુજરાતના અલગ અલગ ઝોનમાં હાલમાં તેની 10 વીંગ કાર્યરત છે. જેમાં યુવાનો પરસ્પર નેટવર્કીગ દ્વારા વેપાર- ઉદ્યોગ કરે છે. જયાં સ્વના વિકાસની વાત નહીં સર્વના વિકાસની વાત છે.

આજનાં યુવાનો દેશની આવતીકાલ છે. એમનો વિકાસ એ દેશનો વિકાસ છે. યુવાનો પરસ્પર એકબીજાના સાથ , સહકાર અને હુંફથી પોતે વિક્સે અને અન્યને પણ વિક્સવામાં મદદ કરે તે આજના સમયની તાતી જરૂરિયાત છે ત્યારે GPBO એ આજના આ સંકટ સમયની સાંકળ સમાન છે.

આવા ઉપયોગી સંગઠનમાં વિકાસના છોગા સમાન ‘GPBO મુંબઇ શુભારંભ’ કાર્યક્રમ તારીખ:15-09 મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે ઝુમ મીટીંગ દ્વારા થશે. જેમાં યુવાનોનો ઉત્સાહ વધારવાં ગગજી સુતરીયા (પ્રમુખસેવક- સરદારધામ) તેમજ શ્રી દીયાળભાઇ કે.વાઘાણી (ઉપપ્રમુખ-સરદારધામ, ક્પુ જેમ્સ-મુંબઈ) હાજરી આપશે.

More News : www.ngofatafatnews.com

FB: www.fb.com/ngofatafatnews

2 Replies to “મુંબઇ ખાતે GPBO નો ભવ્ય શુભારંભ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *