Social Work

વિકાસની વણથંભી વિકાસયાત્રા એટલે GPBOના પુરા થયેલ 2 સફળ વર્ષ

વિકાસની વણથંભી વિકાસયાત્રા એટલે GPBOના પુરા થયેલ 2 સફળ વર્ષ

મિશન-2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખી કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. જેની અનેકવિધ પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBO). જેની ભવ્ય શરૂઆત તારીખ:-15-09-18 ના રોજ કરવામાં આવી હતી. જોતજોતામાં આજે તેને 2 વર્ષ પુર્ણ થયાં. એ 2 વર્ષની ફળશ્રુતિ એટલે એમાં જોડાયેલ 13700 થી વધુ બિઝનેસમેનનું સંગઠન. ગુજરાતના અલગ અલગ 4 ઝોનમાં હાલ તેની 11 વીંગ કાર્યરત છે. જેના દ્વારા પરસ્પર નેટવર્કીગ દ્વારા એકબીજાને વેપાર-ઉદ્યોગ આપવામાં આવે છે. જેમાં એકબીજાં પર આવેલી આફતને સૌ સાથે મળીને અવસરમાં ફેરવી નાંખે તેવી પરિવારભાવનાથી લોકો જોડાયેલ છે. જયાં વાદ-વિવાદ કે સત્સંગ-કથાની વાત નથી પણ વિકાસવાદ અને વિકાસકથાની વાત છે.

કોરોનાના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં પણ GPBOમાં જોડાયેલ કોઇ બિઝનેસમેન મંદીમાં સપડાયેલ નથી. તે GPBOની એક અકલ્પનીય સફળતા ગણી શકાય. GPBO દ્વારા એના ઊગતાં 2 વર્ષના ગાળામાં પણ લગભગ 25 થી 30 કરોડનો બિઝનેસ થયેલ છે. જે કોઇ નાની વાત નથી.

આજ રોજ GPBO ને 2 વર્ષ પુરા થતાંની સાથે જ બમણાં ઉત્સાહથી સભ્યો દ્વારા 2 ભવ્ય કાર્યક્રમનું ઝુમ મીટીંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઝોન ખાતે સવારે 8:30 ક્લાકે ઇનસ્પાયર અને ઇનોવેટર જેવી 2 વીંગ ઉપરાંત 3જી વીંગ ડેડીકેટરનું ગ્રાન્ડ લોન્ચીંગ કરવામાં આવ્યું. જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે શ્રી નટુભાઈ પટેલ (ઉપપ્રમુખ-સરદારધામ, પ્રેસીડન્ટ- મેઘમણી ગૃપ,GCCI) તેમજ શ્રી કે.આઇ.પટેલ (મંત્રીશ્રી-સરદારધામ , વાઇસ પ્રેસીડન્ટ- GCCI) એ હાજરી આપી હતી. તેવી જ રીતે મુંબઇ ઝોન ખાતે રાત્રે 8:30 ક્લાકે “GPBO મુંબઇ શુભારંભ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોનો ઉત્સાહ વધારવા શ્રી દિયાળભાઇ વાઘાણી (ઉપપ્રમુખ-સરદારધામ, કપુ જેમ્સ-મુંબઇ) ,શ્રી કાનજીભાઇ પટેલ-મુંબઈ (સ્થાપકટ્રસ્ટી-સરદારધામ), શ્રી ભાવીનભાઇ પટેલ- અમદાવાદ (ટ્રસ્ટી એવમ GPBO કન્વીનર – સરદારધામ) , શ્રી કાંતિભાઇ ભાવાણી- મુંબઈ (ટ્રસ્ટીશ્રી – સરદારધામ) , શ્રી ઘનશ્યામભાઈ શંકર (સ્થાપકટ્રસ્ટી- સરદારધામ, શિવમ જવેલર્સ-મુંબઇ) તેમજ શ્રી ભરતભાઇ મોડીયા-મુંબઈ એ હાજરી આપી હતી. તેમજ ગગજી સુતરીયા (પ્રમુખસેવક- સરદારધામ) એ 2ય કાર્યક્રમમાં હાજરી આપીને GPBO ના યુવાનોને પોતાની આગવી શૈલીમાં સ્પીચ આપીને મોટીવેટ કર્યા હતા.

more news – www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *