Seva Social Work Surat news

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી.

માનવતાના દીવા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ જેટલા વડિલો ને માતા વૈષ્ણવ દેવી ની જાત્રા કરવામાં આવી રહી છે. હિંદૂ ધર્મ માં જાત્રા નું ખુબ મહત્વ રહ્યું છે. આ સ્થળ ખુબ જ ધાર્મિક અને પવિત્ર છે જ્યાં સામન્ય પરીવાર ના વડીલો કે ધનિક પરિવાર માં એકલા હોવાથી જઈ શકતા નથી અને વડીલો ની ઈચ્છા અધૂરી રહી જાય છે. ત્યારે માનવતા ના દીવા foundation દ્વારા વડીલોને યાત્રા કરવામાં આવે છે આ માટે ત્યાં જતા વડીલોને જાત્રા દરમિયાન માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ લોક સમર્પણ બેંકના હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં વડીલોને શુભેચ્છા પાઠવવા મુખ્ય મહેમાન તરીકે પ્રતિષ્ઠિત સેવાભાવી વ્યક્તિઓની હાજરી રહી હતી.

સુરતના સેવાભાવી જાણીતા અને દક્ષિણ ગુજરાતના એકમાત્ર ઇન્ફેક્શનના ડોક્ટર ડો. પ્રતીક સાવજ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ઇન્ડિયા હેલ્થ લાઇનનું નેતૃત્વકર્તા ડો. પૂર્વશ ઢાકેચા, વરાછા રોડ માં ગાંધી તરીકે ઓળખાતા શ્રી રમેશભાઈ ભૂવા , સિનિયર નોટરી એડવોકેટ કિશોરભાઈ સોજીત્રા વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ત્યાં કોઈપણ ઈમર્જન્સી ની જરૂર પડે તો હાજર આ બંને ડોક્ટરે પોતાનો ટેલી consultation ત્યાં પણ થઈ શકે તે માટે આગળ આવ્યા. અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું હિન્દુ હેલ્પલાઇન ત્યાં કંઈ પણ જરૂર પડશે તો મદદે રહેશે તે માટેની જાહેરાત કરી હતી. શ્રી જીતુભાઈ દક્ષિણી દ્વારા માનવતાના દેવા ફાઉન્ડેશનના નેજા હેઠળ આવા વિવિધ કાર્યક્રમો થાય છે અને ખાસ કરીને વડીલોને માટે આવા સેવાના કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે તેમની સાથે એક સફળ યુવા ટીમ જોડાયેલી છે જે સમાજલક્ષી દેશ લક્ષી અને ધર્મને લક્ષી વિવિધ કાર્યક્રમો કરી રહી છે જેની એક ઝલક આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *