હાલ સુરત ની પરિસ્થિતિ અકલ્પનીય છે.
સુરત મા રોજ જાણવા મળતા કેસ કરતા ઓછા મા ઓછા ૧૦ ગણા કેસ વધુ છે જે પ્રાઇવેટ હોસ્પિટલ માં આવે છે.
હું મારા ક્લિનિક પર થી રોઝ પાંચ પેશન્ટ કોરાના માટે આગળ જરૂરિયાત પ્રમાણે સારવાર માટે મોકલું છું.
સુરત માં, ખાસ કરી ને વરાછા- કતારગામ માં દરેક એમ. ડી ફિજીશન ને ત્યાં રોજ ના દર્દી મા ઘણી મોટી ટકાવારી માં દર્દી કોરોના ના જોવા મળે છે અને આ હળાહળ કડવું સત્ય છે.
જરૂર ના હોય ત્યાં સુધી નહિ પરંતુ જીવન – મરણ નો સવાલ ના હોય ત્યાં સુધી ઘરનું બારણું પણ ના ખોલવા બે હાથ જોડી ને નમ્ર વિનંતી છે.
હાલ સુરત ની જે પરિસ્થિતિ છે એ જોતાં એવું લાગે છે કે આવનાર દિવસો સુરત માટે ન કલ્પી શકાય એવા હશે.
જેના ઘરે ચૂલો સળગી ના શકે એવી પરિસ્થિતિ હોય તોજ બહાર નીકળવું .
હાલ સુરત ની જે પરિસ્થિતિ છે આગામી દિવસો માં વધુ ને વધુ વણસી શકે એવું મને બંધ આંખે દેખાય રહ્યું છે. તમારી પાસે મેડી ક્લેમ હશે કદાચ ૫-૧૦ લાખ રૂપિયા પડ્યા હશે અને જો વિચારતા હશો કે કોરોના થશે તો હોસ્પિટલ માં દાખલ થઈ જશું તો એ તમારી ભૂલ હશે કારણ કે હોસ્પિટલ માં જગ્યા જ નહિ હોય,
આપના સ્વજન ને ઓક્સિજન કે વેન્ટિલેટર ની જરૂરિયાત હશે પણ તમારા સ્વજન માટે તે વ્યવસ્થા કદાચ નહીં થઈ શકે એવી કપરી પરિસ્થિતિ આવી શકવાના પૂરા આસાર છે.
આ મેસેજ દ્વારા હું કોઈ ને ડરાવવા નથી માંગતો ફક્ત અને ફક્ત આવનાર પરિસ્થિતિ થી વાકેફ કરવા માંગુ છું.
સોસાયટીમાં કે એપાર્ટમેન્ટ માં નીચે ટોળા વળીને નજ બેસવું કદાચ તમે ઘરે ને ઘરે છો પરંતુ તમારી સાથે બેસનાર વ્યક્તિ કદાચ સુરત ભ્રમણ કરીને આવી હોય. સામાજીક પ્રસંગો માં જવાનું ટાળો. રજા ના દિવસો છે તો ૨૦-૨૫ વ્યક્તિ ભેગા મળી ને ફરવા જવું કે ફાર્મ પર જવાનું ટાળો કારણ કે લોકડાઉન ખુલ્યું છે પણ હજુ કોરોના એ ચીન ની રિટર્ન ટિકિટ ખરીદી હોય એવો કોઈ અહેવાલ મળેલ નથી.
માસ્ક – સેનીટાઈઝર – સાબુ ખરીદવામાં કંજુસાઈ ના કરતા નહિતર દવા ખરીદવી મુશ્કેલ થઈ જશે.
મિત્રો કોરોના માહામારી જે રીતે વધી રહી છે એ રીતે ૧૫ દિવસ * SELF LOCKDOWN * ની જરૂર છે . પોતાને તેમજ પોતાના પરીવારના સ્વાસ્થ જાળવાે . કોરોના ના કેશ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેને કારણે બેડ અને વેન્ટીલેટરની અછત થઇ શકે છે . આવી પરિસ્થિતિ ને પહોંચી વળવા ૧૫ દિવસ સેલ્ફ લોકડાઉન ની જરૂર છે . જ્યા સુધી ખુબ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો .
Fore more News : www.ngofatafatnews.com