*DICF અને IM લોજિસ્ટિક દ્વારા આયોજીત નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પમાં 765 સભ્યોએ લાભ લીધો*
ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન DICF અને IM લોજિસ્ટિક દ્વારા LP સવાણી સ્કૂલ મોટા વરાછા ખાતે આયોજીત સર્વનિદાન કેમ્પમાં સવારથી સારવાર માટે લાઈનો લાગી હતી શહેરનાં નામાંકિત તજજ્ઞ 37 ડોક્ટર જેમાં MD અને સર્જનકક્ષાના ડોક્ટર દ્વારા અલગ અલગ સમસ્યાઓ અને રોગોનાં નિદાન થયા હતા, જેમાં હૃદય ડોક્ટર, કેન્સર સર્જન, તાવ સુગર બ્લડ પ્રેશર તેમજ અન્ય રોગો માટે, હાડકાના ડોક્ટર, સ્ત્રીરોગ નિષ્ણાત, સાંધા ના સ્પેશ્યાલિસ્ટ, મગજ અને કરોડરજ્જુ ના સ્પેશ્યાલિસ્ટ, સ્નાયુ સાંધાના દુઃખવા માટે, દાંતના ડોક્ટર, આંખના સ્પેશ્યાલિસ્ટ દ્વારા સારવાર થઈ હતી.
મેડિકલ કેમ્પનું દીપપ્રાગટ્ય સામાજીક અગ્રણી અને શ્રેષ્ઠીઓ શ્રી માવજીભાઈ સવાણી (LP સવાણી સ્કૂલ), શ્રી વલ્લભભાઈ લખાણી (કિરણ જેમ્સ), શ્રી દિનેશભાઈ નાવડીયા (GJEPC રિજનલ ચેરમેન), શ્રી નાનુભાઈ વેકરિયા (પ્રમુખશ્રી સુરત ડાયમંડ એસોસિએશન), ભગવાનભાઈ બોડકી, શૈલેષભાઈ રામાણી (આશાદીપ સ્કૂલ), દિલિપભાઈ બુહા
(પ્રમુખશ્રી-રેડ સ્વસ્તિક સોસાયટી, ગુજરાત) દ્વારા થયું હતું.
કહેવાય છે કે ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ કામયાબી પર તાળીઓ પાડતા હાથથી પણ વધુ મૂલ્યવાન હોય છે. આવી જ રીતે સેવાકીય કાર્યમાં જરૂરિયાતમંદો માટે ખભા પર હાથ રાખવાનો પ્રયાસ કરનાર અને આવા જ એક વિચારનો ઉદ્દભવ એટલે DICF – “ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ કરિયર ફાઉન્ડેશન’ જેમના દ્વારા જરૂરિયાતમંદો ને અનાજ- કરિયાણા કીટ વિતરણ, શૈક્ષણિક સહાય, વિનામૂલ્યે મેડિકલ કેમ્પ, કોરોના સહાય, DICF જોબપોર્ટલ, DICF સહાય કાર્ડ, ફ્રી ટ્રેનિંગ બિઝનેસ કોર્સ, મહિલાઓને સ્કિલ ડેવલપમેન્ટથી લઈને પ્રોડક્ટ એક્ઝિબિશન સુધી વિનામૂલ્યે પ્લેટફોર્મ અપાય છે. જેના ભાગરૂપે આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં સાથે સાથે 300 જેટલા આયુષ્યમાન કાર્ડ અને શ્રમકાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા, શહેરની અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ આ કાર્યમાં સહયોગી સંસ્થા તરીકે જોડાઈ હતી એમના આગેવાનો અને હોદ્દેદારો એ જ્યારે વિશેષ હાજરી આપી હતી ત્યારે સેવા આપનાર ડોક્ટરો ની સાથે એમનું પણ વિશેષ સન્માન કરાયું હતું, આ કાર્યક્રમનું સંચાલન DICF મહિલા અને પુરુષોની ટીમ દ્વારા થયું હતું.