મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા.
અત્યારે કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો એ માણસની જીંદગી બચાવવાનું કાર્ય છે, સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ & ડોક્ટર એસોસીએશન, સુદામા ગ્રુપ, ટાઇગર ફોર્સ, વિરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ, મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, નેશનલ યુવા સંગઠન જેવી સહયોગી સંસ્થાઓ દ્વારા સંચાલિત વિસ્તારના નગરજનો માટે મોટા વરાછા SMC કોમ્યુનીટી હોલ, સુદામાચોક ખાતે કોવીડ આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના 40 થી વધુ બેડની સગવડનું સેવાકીય યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલ અહી સૌરાષ્ટ્રના દર્દીઓ ખુબ આવી રહ્યાં છે. તેથી દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હવે અહીં બેડની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. જે દર્દીઓને ડોક્ટર દ્વારા હોમ આઇસોલેશન થવાની સલાહ આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય તેવાં દર્દીઓને આ આઇસોલશન વોર્ડમાં પ્રવેશ અપાય છે.
મોટા વરાછા કોવિડ આઇસોલેશન સેન્ટરથી 133 દર્દીઓમાંથી 93 સભ્યોને ડિસ્ચાર્જ કરાયા.
આ સેન્ટરમાં દર્દીની તપાસ માટે ત્રણ ટાઇમ ડોક્ટર વિઝીટ લે છે. સાથે સાથે તેમને દવાઓ, સવારે ચા-નાસ્તો, બે ટાઇમ ભોજન, રાત્રે હળદરવાળું દુધ, સાંજે ફ્રેશ જ્યુસ, મિનરલ વોટર, CT સ્કેન રીપોર્ટ, ફ્રી વાઇ-ફાય સુવિધા, દવાઓ માટે ફ્રીજની વ્યવસ્થા, ઉનાળાને ધ્યાનમાં રાખીને કુલરની વ્યવસ્થા, એનર્જી ડ્રીંક્સ,એલ.ઇ.ડી.પર વિવિધ મોટીવેશન વિડીયો, લાઇબ્રેરીની વ્યવસ્થા જેવી અગણિત સેવાઓ દર્દીઓની સાથે રહેલ વ્યક્તિને પણ વિનામુલ્યે પુરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીં મહેમાનો અને દર્દીઓના સગાઓ માટે વ્યુયિંગ ગેલેરીની પણ વ્યવસ્થા છે.
અહી ઘણા દર્દીઓ એવાં પણ આવે છે જેમનાં કોઇ પરિવારજનો નથી. ત્યારે તેમની સેવા આ સંસ્થાઓ દ્વારા એક પરિવારજન તરીકે કરાય છે. આવા દર્દીઓને ઘરેથી લાવવા , લઈ જવા માટેના વાહનની વ્યવસ્થા, જરૂરી દવાઓનો ખર્ચ પણ આ સંસ્થાઓ ઉપાડી રહી છે. અત્યાર સુધીમાં આ આઇસોલેશન સેન્ટરમાં 133 દર્દીઓએ સેવા લીધેલ છે. જેમાંથી 93 દર્દીઓ ડિસ્ચાર્જ પણ લઈ ચુક્યા છે. અહીં કર ભલા તો હો ભલાનાં વિચારને મહત્વ આપી, વૃક્ષરોપણના મેસેજ સાથે ડિસ્ચાર્જ થયેલ દરેક સભ્યોને ભેટ તરીકે છોડ આપવામાં આવે છે. આ સેન્ટરમાં નિસ્વાર્થ સેવા આપતાં કોરોના વોરિયર્સના ઘરે પ્રશ્નો હોવા છતાં તેઓ રોજ 12 થી 18 ક્લાકની સેવા આપી રહ્યાં છે. આમ પરોપકારી કોરોના યોધ્ધાઓની ટીમ, ઈશ્વરના દૂત ડોક્ટરોની ટીમ તેમજ સંસ્થાઓ અને દાતાના સહયોગથી આ આઇસોલશન નિર્વિધ્ને સરસ રીતે ચાલી રહ્યું છે. તેમાં મળતી તમામ વ્યવસ્થાઓ ઉચ્ચતમ, એવન તેમજ દર્દીઓને સકારાત્મક, ભક્તિપુર્ણ અને ઘર જેવું વાતાવરણ પુરી પાડનારી છે.
More news: www.ngofatafatnews.com