*દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન કરવા ઉત્સુક દિકરાઓને લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું*
લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ એટલે સામાજીક જીવનમાં રહેલી સમસ્યાઓનું નિરાકરણ કરી લોકોની લાઈફલાઈન બનવું, સેવાકીય અને સામાજીક કાર્યો દ્વારા લોકોનાં જીવનમાં લાઈફલાઈન બનવું એ આ સંસ્થાનો હેતું છે, સંસ્થા દ્વારા અનેક સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિ થાય છે જેમાની એક પ્રવૃત્તિ એટલે કે દિકરી દત્તક યોજના. આ યોજનામાં 5000 દીકરીઓનાં લગ્ન કરાવી સામાજીક ઉત્તરદાયિત્વનું પાલન કરવાનું છે, સગાઈ થતાં પહેલા દીકરા – દીકરી ને ખાસ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવે છે આ અંતર્ગત એવા દીકરાઓ જેમના સંબંધો થતા થતા અટકી જતા હોય એમને બોલાવી જે.ડી. ગાબાણી લાઈબ્રેરી હોલ ખાતે માર્ગદર્શન અપાયું હતું, નાની નાની પરંતુ ખુબ મહત્વની ધ્યાનમાં લેવા જેવી બાબતોથી દીકરાઓને વાકેફ કરાયા હતા, સંસ્થા પ્રમુખ ઘનશ્યામભાઈ ઈટાલીયા અને નિતાબેન નારીયા દ્વારા ધ્યાનમાં આવેલા મુદ્દાઓ દરેક દિકરાઓ માટે મહત્વનું હતું, સંસ્થા અને એમના અનુભવો દ્વારા સબંધો અટકવા બાબતે અમુક સમસ્યાઓનું નિરીક્ષણ થયું હતું જેમાં મુખ્ય મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ કરી ખુબ સરસ અને ઉપયોગી માહિતી આ મિટિંગમાં અપાય હતી, આગામી સમયમાં દિકરાઓનું એમના માતા પિતા સાથે એક ટ્રેનિંગ સેશન યોજાશે એવું સંસ્થાકીય યાદીમાં જણાવવામાં આવ્યું હતું.