Jan Jagruti work Seva Social Work Surat news

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રદર્શનીનો થયેલો પ્રારંભ.

*મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે યોજાયું પ્રદર્શન*

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) અને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી 25-26 સપ્ટેમ્બરનાં રોજ કતારગામની પાટીદાર સમાજની વાડી ખાતે એક પહેલ એક પ્રયાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સુરત તેમજ સુરત બહારનાં ગામડાઓમાં થી 147 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને વિધવા બહેનો અને વિકલાંગોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, આ ઉપરાંત કોરોનાકાળમાં જે મહિલાઓ પોતાની હિમંત અને પ્રતિભાનાં જોરે નાના મોટા વ્યવસાયમાં આગળ વધી રહી છે તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે બે દિવસ સુધી સંસ્થાઓ દ્વારા તેમને વિનામુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, કતારગામનાં સમસ્ત પાટીદાર હોલને ગુજરાતનાં ગામડા તરીકે ડેવલોપ કરવામાં આવ્યો છે આ પ્રદર્શનની ખાસિયત એ છે કે તેમાં પ્રવેશ કરતાની સાથે જ તમોને ગામડાની અનુભૂતિ થશે આ એક્ઝિબિશનમાં ફ્રૂટ્સ, આર્ટ, ક્રાફટ અને હેન્ડલુમ, નવરાત્રી ડ્રેસિસ, ગામઠી અનેક અવનવી વસ્તુઓ તેમજ ગૃહઉદ્યોગ વસ્તુઓના 147 સ્ટોલ છે, આ તમામ સ્ટોલને નંબર નહીં પણ ગુજરાતનાં જુદા જુદા ગામડાઓનાં નામ આપવામાં આવ્યા છે, સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આજરોજ શુભારંભ થયેલા આ પ્રદર્શનીમાં 4000 થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી, આ પ્રદર્શની રવિવારે સવારે 10 થી 8:30 સાંજ સુધી ચાલુ રહેશે. કાર્યક્રમનું સંચાલન મનિષ વઘાસિયા, વિઠ્ઠલભાઈ કોલડીયા, અમિત ચિખલીયા, CA શૈલેષ લાખણકીયા, મિતાલીબેન બાવીસી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *