સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા કોરોના દરમિયાન ચાલુ ફરજે તથા આકસ્મિક રીતે અવસાન પામેલા સુરત શહેરનાં 27 પોલીસ જવાનોનાં પરિવારોને સન્માનિત કરી પ્રત્યેક પરિવારને એક- એક લાખ રૂપિયાની રાશિ અર્પણ કરાશે. સુરત શહેરમાં સૌ પ્રથમ વખત સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા તા. 14 ઓગસ્ટની રાત્રે સરદાર સ્મૃતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ યોજાનાર આ કાર્યક્રમમાં શહિદો, વિરતા અને શૂરવીરતાની વાતો લોકસાહિત્યકાર દ્વારા સંગીતમય શૈલીમાં શોર્યગાનના માધ્યમથી પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, વિશીષ્ઠ વ્યક્તિઓ, સામાજીક આગેવાનો અને પોલીસ ડિપાર્ટમેન્ટનાં હોદ્દેદાર અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Related Articles
સરદારધામ સંચાલિત યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત યોજાશે શક્તિ વંદના એવમ મોટિવેશનલ કાર્યક્રમ.
વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે […]
ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવાનો દ્વારા સેવાનાં યોદ્ધાઓનું સન્માન કરાયું.
*ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવાનો દ્વારા સેવાનાં યોદ્ધાઓનું સન્માન કરાયું* મારુ કર્તવ્ય મારી ફરજ અંતર્ગત ચાલો જઈએ વતનની વ્હારેનાં બીજા દિવસે વહેલી સવારથી જ 300 થી વધારે યોદ્ધાઓ જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત થઈ આપેલા મિશન પ્રમાણે જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. ત્યારે ધારી તાલુકાનાં સરસિયા ગામ મુકામે […]
નવા વર્ષ માં કોરોના જાગૃતિ માટે અમરેલી ના યુવા આગળ આવ્યા.
નવા વર્ષ માં કોરોના જાગૃતિ માટે અમરેલી ના યુવા આગળ આવ્યા અનોખી રીતે જ. દક્ષિણ ગુજરાત માં પોતાની કર્મ ભૂમિ બનાવી ઇન્ફેક્શન ના નિષ્ણાત ડોક્ટર કોરોના ની સારવાર માટે પોતાની આગવી ભૂમિકા અદા કરનાર ડોક્ટર પ્રતિક સાવજ . મૂળ વતન અમરેલી માં માદરે વતન ફર્યા તો તેમના બહેન એ પણ કંઇક આવી રીતે ભાઇ સારવાર […]