Social Work

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા.

મંડપની દુનિયામાં હંમેશા આગવું સ્થાન ધરાવનાર અશ્વિનભાઈ અકબરી દ્વારા 30 થી વધુ આઈસોલેશન સેન્ટરોમાં સમિયાણાની વિનામુલ્યે અપાતી નોંધનીય સેવા.

સેવા એ મોટી વાત છે. સેવાભાવનો વિચાર આવવો એ એનાથી મોટી વાત છે અને એ સેવાનો અમલ કરવો એ એનાથી પણ મોટી વાત છે. સુરત શહેરમાં કોઈપણ સેવાકીય કાર્ય હોય એમાં અશ્વિનભાઈ અકબરી ની પહેલ અને હાકલ હંમેશા પહેલા હોય છે. જેના રોમે રોમમાં સેવાભાવ રહેલો છે એવા અશ્વિનભાઈ અકબરી દ્વારા સતત સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. શહેરમાં કોઈ પ્રસંગ હોય કે સમુહલગ્ન હોય એમનું યોગદાન હંમેશા હોય છે. કોવિડની બીજી વેવની અસહ્ય ગરમીમાં આઈસોલેશન સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે અશ્વિનભાઈ દ્વારા કુલર, પંખા, ગાદલા, તકિયા, બેંચીસની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ અસહ્ય ગરમીમાં રાહત મેળવી શકે તે માટે કુલરની વ્યવસ્થા પણ કરી આપેલ છે. આ સમગ્ર આયોજન અશ્વિનભાઈ અકબરી દ્વારા નિઃશુલ્ક કરીને દર્દી અને એના પરિજનોની મુશ્કેલી ઓછી કરવાનો અનોખો પ્રયાસ થયો છે. શહેરમાં થતી કોઈપણ સામાજીક પ્રવૃત્તિ હોય કે આવતી આપત્તિનો સમય હોય એ વિનામુલ્યે તમામ સેવાઓ પુરી પાડે છે. સરકારી કર્મચારીઓ હોય કે રાજકીય આગેવાનો હોય કે ઈન્ટરનેશનલ મિડિયા એ સૌ એમની વિશેષ નોંધ લઈ રહયા છે. ધન્ય છે આવા સેવાભાવી સભ્યો જેના થકી આ શહેર હંમેશા ગૌરવ અનુભવે છે અને અનુભવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *