કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આયોજિત કારગિલ વિજય દિવસ નિમિતે રક્તદાન કેમ્પ લોક સમર્પણ બ્લડ બેન્ક ખાતે મીનીબઝાર , વરાછા રોડ પર આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દાતાઓ આવી કોરોનાનાં નીતિ નિયમોને ધ્યાનમાં રાખી રક્તદાન કરાયું હતું જેમાં 127 યુનિટ રકત એકઠું કરવામાં આવ્યું હતું આ કાર્ય આગામી હજુ છ દિવસ સુધી કાર્યરત રહેશે. આ કાર્યમાં ક્લબ પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા અને સેક્રેટરી કેતન પટેલ ના માર્ગદર્શન હેઠળ ખુબ મહેનતું ઉત્સાહી એવા ચેરમેન તરીકે રો. પ્રફુલભાઈ ચોડવડિયા ખૂબ સારી રીતે આયોજન કરી સંપૂર્ણ જવાબદારી સાથે પાર પાડેલ હતું.
આ ઉપરાંત રોટરેક્ટ સુરત ઈસ્ટ ટીમ ખુબ સહયોગ રહ્યો કેમ્પ માં આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, સામાજિક અગ્રણી અને જય જવાન નાગરિક સમિતિના કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા, દિલિપભાઈ બુહા તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ અન્ય અગ્રણીઓ, તેમજ પૂર્વ પ્રેસિડેન્ટ ડો અમૂલખ સવાણી અને ભાવેશભાઈ ગઢીયા ઉપસ્થિત રહ્યા હતા.
More news : www.ngofatafatnews.com
FB : NGO FATAFAT NEWS