Jan Jagruti work Seva Social Work

ગં.સ્વ બહેનો અને પિતાવિહોણી દીકરીઓનાં વ્યવસાયને વેગ મળે એ હેતુથી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા યોજાયું એક્ઝિબિશન.

*ગં.સ્વ બહેનો અને પિતાવિહોણી દીકરીઓનાં વ્યવસાયને વેગ મળે એ હેતુથી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા યોજાયું એક્ઝિબિશન*

‌કોરોનાકાળ ખુબ કપરો ગયો પરંતુ એમાં ઘણી મહિલાઓએ હિંમત અને પ્રતિભાના જોરે નાના મોટા વ્યવસાય શરૂ કર્યા હતા એમાં તેઓ આગળ વધે અને એમને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુથી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત, મુસ્કાન કામધેનુ મહિલા મંડળ, મુસ્કાન યંગસ્ટર ગ્રુપ દ્વારા તા. 2 અને 3 એપ્રિલ, બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી મિનિબજાર ખાતે કરવામાં આવ્યું હતું, વધુ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું છે કે આ પ્રદર્શનીમાં ગંગાસ્વરૂપ બહેનો અને જે દિકરીનાં પિતાની ગેરહાજરી હોય તેમને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં હેન્ડીક્રાફટ રેડીમેન્ટ કપડા તેમજ ગૃહઉદ્યોગની વસ્તુઓનો સમાવેશ થતો હતો, આ એક્ઝિબિશનમાં કુલ 127 સ્ટોલ હતા જેમાં 23 લાખનો વેપાર થયો હતો આ એક્ઝિબિશન દરમિયાન 300 દીકરીઓને કેક મેકિંગ અને કુકિંગ કલાસ ફ્રી માં શિખવવામાં આવ્યા હતા, કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુથી 21 સભ્યોનું ઓડિશન થયું હતું જેમાં 4 સભ્યો સિલેક્ટ થયા હતા
જેઓ ઓસમાન મીર, અલ્પા પટેલ,ધર્મેશ બારોટ, સુખદેવ ધામેલીયા સાથે આગામી 23 એપ્રિલનાં રોજ રઢિયાળી રાત્રે ટહુકો મુસ્કાનનો માં પરફોર્મન્સ આપશે, આ એક્ઝિબિશનમાં સામાજીક અગ્રણીઓ, ઔદ્યોગિક ક્ષેત્રનાં આગેવાનો, શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *