*વતનની વ્હારે…સેવા સંસ્થા- સુરતનાં યોદ્ધાઓ સડક માર્ગે અને ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા થશે સૌરાષ્ટ્ર રવાના*
સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા ચાલો વતનની વ્હારે અભિયાન દ્વારા 500 ફોરવીલમાં સેવાનાં સૈનિકો અને 30 થી વધારે ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા રવાના થશે. નવા જ જોશ અને ઝનૂન સાથે મારુ ગામ મારી ફરજ, મારુ ગામ તંદુરસ્ત ગામ બને એવા શુભ હેતુથી આજનાં કોરોના કાળમાં જ્યારે પ્રકોપથી ગામડાઓની સ્થિતિ ખુબ ગંભીર અને દયનિય બની છે ત્યારે આ સેવાનાં સૈનિકો દ્વારા ગામડાઓમાં જઈ ડરેલા લોકોમાં રહેલા ડરને દૂર કરી કોરોનાની સાચી માહિતી આપી લોકોને જાગૃત કરાશે. ઘરમાં આઈસોલેશન રહેલા દર્દીઓને સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલ આઈસોલેશન વોર્ડમાં આવવા માટે પ્રેરિત કરવામાં આવશે. જરૂરી જણાતું માર્ગદર્શન આપી આવા કોરોનાનાં સમયમાં સૌરાષ્ટ્ર ને ફરી પાછું બેઠું અને તંદુરસ્ત જીવન જીવવા માટે લોકહિતના કાર્યો કરવામાં આવશે. માનવીમાં ખરેખર સાચા મૂલ્યની વાત કરીએ તો પોતાની જન્મભૂમિને યાદ રાખી એના પર આવતી આપત્તિનાં સમયે પોતાના દરેક કાર્યો મૂકી પોતાની ફરજ સમજી આવા કાર્યો કરતા સેવાનાં સૈનિકોને બોર્ડર પર રક્ષા કરતા આપણા વીર જવાનોને જે માન સન્માન ને ગર્વની લાગણી અનુભવાય છે તેવી જ લાગણી સાથે આ સેવાનાં સૈનિકો પોતાની ફરજ બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રહેલા લાખો લોકોની ઉમિદો ને પરિપૂર્ણ કરવા માટે આ તમામ યોદ્ધાઓ કટિબદ્ધ છે. આ ઉત્તમ સેવામાં સુરત શહેરનાં છેલ્લા એક મહિના થી ભગવાન ગણતા 30 ડોકટર મિત્રો દ્વારા સૌરાષ્ટ્ર ની ધરતી પર ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર બન્યા છે સુરતની ધરતી હંમેશા આવા કાર્ય કરવા માટે કટિબદ્ધ રહી છે દેશમાં કોઈપણ સારા કાર્ય ની શરૂઆત હોય એ હંમેશા સુરત શહેરનાં રહેવાસીઓ થી થઈ છે એ વાત ફક્ત આપણે નહીં ભારતનાં તમામ રાજ્યનાં લોકો જાણે છે.