મોટાવરાછા,ઉતરાણ, અમરોલી.
ખોડીયાર નગર સોસાયટી ની વાડી માં ઉકાળા વિતરણ ચાલી રહ્યું છે ત્યારે પહેલા તબક્કા નો પાંચમાં દિવસ ના અંતે આજ રોજ 1,45,450 વ્યક્તિઓ નું રજિસ્ટ્રેશન થયું,ઉકાળા વિતરણ ની જનજાગૃતિ ના ભાગ રૂપે આજ રોજ વાડી માં અતિથિ વિશેષ તરીકે પાટીદાર સમાજ ના ભામાશા કહેવાતા અને કુરમી સમાજ અધ્યક્ષ શ્રી રામજીદાદા ઈટાલીયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના ઉપ પ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયા, લોક સમપૅણ રક્તદાન બેન્ક ના ચેરમેન શ્રી હરિભાઈ કથીરિયા,સરદારધામ દક્ષિણ ગુજરાત પાલક પ્રભારી શ્રી વિપુલભાઈ સાચપરા,વરાછાબેંક મેનેજીંગ ડિરેકટર ભવાનભાઈ નવાપરા તથા પાટીદાર સમાજ અગ્રણી ચન્દ્રકાંતભાઈ માંડવીયા ( C P) જેઓ એ આગામી દશ તારીખ સુધી ઉકાળા વિતરણ ને ચાલુ રાખવાની તમામ ફંડ જવાબદારી ઉપાડી છે,સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના યુવા ટ્રસ્ટી ગૌતમભાઈ શીહોરા પણ ઉપસ્થીત રહ્યા હતા. આ તમામ વડીલો સવારે છ વાગ્યા ના હાજર રહી ને લોકો ને જાગૃત કરે છે,અને આગામી સમય માં કોરોના ના કહેર ની ચિંતા વ્યક્ત કરે છે.
જે કોઈ સોસાયટીઓ બાકી હોઈ તેઓ ઉકાળા વિતરણ માં જોડાઈ ને પોતે સુરક્ષિત બનો અને સોસાયટી રૂપી પરિવાર ને સુરક્ષિત બનાવો.
મોટા વરાછા ઉતરાણ અમરોલી રોડની તમામ સોસાયટી પ્રમુખશ્રી/હોદ્દેદારોશ્રી/ સભ્યોને વિનંતી છે કે આ સેવાનો તેઓ લાભ લે, સભ્યો પોતાના પરિવાર તેમજ સોસાયટી સભ્યો માટે વાસણ લઈને ઉકાળો લઈ જઈ શકે છે, આ ઉકાળાનું વિતરણ તા. 9/7/2020 સુધી દરરોજ સવારે 7 થી 9 કલાક સુધીમાં થશે.
નોંધ: શેર કરજો એટલે વઘુ લોકો સુઘી આ માહીતી પહોચે.
For the more Update : www.ngofatafatnews.com