૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ માં રોજ સુરત ની સંસ્થા ઓ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રોટ્રાટેક પૂર્વ સુરત અને આઇ ડી.સી.સી. હોસ્પિટલ લોકો માં જાગૃતતા આવે અને એચ આઇ વી ને રોકવા માટે ના ઉપાયો વિશે માર્ગદર્શન માટે સેમિનાર નું આયોજન કર્યું હતું. સેમીનાર ના સ્પિકર અને ઇન્ફેક્શન નિષ્ણાંત ડૉ. પ્રતિક સાવજે જણાવ્યું હતું કે , ” એચ આઇ વી વિશે જાગૃતતા લાવવી ખુબ જરૂરી છે, ખાસ કરીને આ રોગ ના ફેલાવવાના ખાસ કારણો વિશે લોકો માં માન્યતા અને ગેર માન્યતા વધુ છે. જેના કારણે દર્દી સાથે પણ ભેદભાવ થી વ્યવહાર કરવામાં આવે છે. તેવો એકલવાયું જીવન જીવતા હોય છે તેને પણ ખાસ લાગણી અને સામન્ય જીવન ની જરૂર છે. એચ આઇ વી ની દવા જીવનભર શરૂ રાખવાથી વ્યકિત સામન્ય જીવન જીવી શકે છે.
“આ સાથે ઈન્ડિયા હેલ્થ લાઇન માં આરોગ્યા સેવા માં કાર્ય કરતા ડૉ પૂર્વશ ઢાકેચા જણાવે છે કે ” વિશ્વ માં એચ આઇ વી ના કેસો માં ભારત ત્રીજા સ્થાને છે તે ગંભીર છે. સરકાર અને ઘણા સંસ્થા આ માટે કાર્યરત છે. ખાસ કરીને આપને નવી પેઢી ને તેના વિશે યોગ્ય શિક્ષણ આપવું અને જાગૃત કરવા જરૂરી છે. જો સ્ક્રીનીંગ થી વહેલા નિદાન થાય તો તેવા કેસો નીં સારવાર થાય દર્દી ને પણ નુકસાન ઓછું થાય છે અને તેનો ચેપ પણ અટકાવી શકાય છે. તેને અટકાવવા માટે દેશ માં ટી બી અને એચ આઇ વી કરે ખાસ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ”
આ પ્રસંગે ડૉ પ્રફુલ શિરોયા, DySP નિકિતા શિરોયા, રોટ્રાટ્રેકના જયદીપ ગજેરા અને ટીમ, ઇન્ડીયા રેડ ક્રોસ સોસાયટી અને ટીમ, ડૉ નીરવ ગોંડલીયા, ડૉ ચંદ્રકાંત ઘેવારિયા અને સામાજિક અગ્રણી હાજર થયા હતા.