Jan Jagruti work Seva Social Work Surat news

ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 6 રક્તદાન કેમ્પ યોજીને 756 બોટલ એકઠી કરાઈ.

*ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં 6 રક્તદાન કેમ્પ યોજીને 756 બોટલ એકઠી કરાઈ*

શ્રી ખોડલધામ સ્વપ્નદ્રષ્ટા ખોડલધામ કાગવડ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનાં 56 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 11 જુલાઈનાં રોજ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું ત્યારે શ્રી ખોડલધામ સુરત કન્વિનર કે. કે. કથીરીયા નાં માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં શ્રી ખોડલધામ સુરત યુવા સમિતિ દ્વારા કુલ 6 જગ્યાએ મહારક્તદાન શિબિરનું આયોજન થયું હતું જેમાં વેલંજા સમિતિ, શ્રી સિતાનગર યુવા સમિતિ, કતારગામ યુવા સમિતિ, સરથાણા- લસકાણા યુવા સમિતિ, કામરેજ યુવા સમિતિ અને યોગીચોક યુવા સમિતિ દ્વારા થયું હતું જેમાં કુલ 756 બોટલો એકઠી કરાઈ હતી, વધુ માહિતી આપતા યુવા સંગઠન કન્વિનર કિશોરભાઈ પદમાણી એ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરીને આ આયોજન કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે કોરોના જેવી મહામારીમાં જ્યારે સર્વત્ર લોહીની અછત સર્જાય છે ત્યારે ખુબ મોટી માત્રામાં એકઠું થયેલું આ રક્ત અનેક લોકોને જીવનદાન આપશે, શ્રી નરેશભાઈ પટેલ જન્મદિવસ નિમિત્તે આ આયોજન સમાજ અને શહેરીજનો માટે આદર્શ રૂપ લેખાશે, રક્તદાનનાં આ કાર્યક્રમમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, ધર્મધુરંધારો અને સમાજશ્રેષ્ઠીઓ જોડાઈને સેવાનાં સહભાગી બન્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ સુરતની દરેક યુવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *