સૌરાષ્ટ્રનાં 22 ગામોનાં સુરત શહેરમાં સાચપરા પરિવારનાં અંદાજિત 2000 સભ્યો સુરતમાં રહે છે, પરિવાર દ્વારા દર વર્ષે મોટિવેશનલ સેમિનાર, સામાજીક સંદેશ સાથે પરિવાર સ્નેહમિલન, પરિવારની ક્રિકેટ લીગ અને જાગૃતિનાં કાર્યોનું આયોજન થાય છે, આ વર્ષે કોરોનાનાં લીધે કાર્યક્રમો શક્ય નહોતા ત્યારે થોડા મહિના પહેલા એક વેબીનાર યોજાયો હતો જેમાં પરિવાર દ્વારા જરૂરીયાતમંદ સભ્યોને અનાજકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ગઈકાલે પણ એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારનાં ડો. પી.એલ. સાચપરા (એમડી) દ્વારા પરિવારના સભ્યોને કોરોના મહામારી વિશે માહિતી, જરૂરી માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા પરિવારનાં સભ્યોને માહિતગાર કરાયા હતા, આ વેબીનારમાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા, આ મિટિંગમાં ડો. સાહેબે સભ્યોને ખુબ જ મહત્વ અને જરૂરી માર્ગદર્શન આપી પરિવાર સભ્યોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી, ખોટી અફવાઓ વિશે માહિતગાર કરી, ખોટી ચિંતાઓ હળવી કરી સાચી જગ્યાએ સાવચેત રહેવા સચેત કર્યા હતા, તેઓએ કોરોનાવાયરસનાં લક્ષણો વિશે તેમાંથી કઈ રીતે બચી શકાય, કોરોના વાયરસ વાસણો પ્લાસ્ટિક અને હવામાન કેટલું જીવે છે અને કોઈ વ્યક્તિ દ્વારા વ્યક્તિ સંપર્કમાં આવે તો કેટલો સમય એની અસર રહે છે, રોગ પ્રતિકારક શક્તિ કેટલો લાંબો સમય સુધી રહી શકે, વાયરસ ના બંધારણમાં ક્યારે પરિવર્તન આવશે અને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાની યોગ્ય પદ્ધતિ તેમજ હાથ ધોવાની યોગ્ય કઈ રીત છે, પ્લાઝમા બાબતે અને બીજા અનેક પ્રશ્નોનાં વ્યવસ્થિત વિસ્તૃતીકરણ કરીને સરળ રીતે સમજાય તે રીતે સભ્યોને માહિતી આપી હતી, મીટીંગ સમય 80 મિનિટનો હોવા છતાં પરિવારના સભ્યો 160 મિનિટ સુધી જોડાયેલા રહી ખૂબ મહત્વની માહિતી મેળવી હતી સાથે મનહરભાઇ સાચપરા (યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડસ લી.) એ પરિવારને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને પ્રમુખશ્રી છગનભાઈ બુધેલે પરિવારમાં હજુપણ કોઈને અનાજ કરિયાણા કિટની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું, સફળ કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ (બુધેલ) અને વલ્લભભાઈ (ટીમ્બી) દ્વારા થયું હતું.
More News : www.ngofatafatnews.com