*નિવૃત મહિલા પ્રોફેસરે આઈસોલેશન સેન્ટરમાં કામકરતી મહિલા સ્ટાફને પગાર ચુકવ્યો, કોરોના કેરમાં મહિલા પ્રોફેસરે 1,00,000 ₹ નું દાન આપ્યું.*
સેવા જેને કરવી જ છે સેવાનો જેનામાં ભાવ છે એની જેટલી વાત કરીએ એટલી ઓછી ગણાય, કોરોના આઈસોલેશન સેન્ટર્સમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહયા છે. આવા આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતા પેરા મેડીકલ સ્ટાફને પગાર આપી એક નિવૃત મહિલા પ્રોફેસરે એક નાગરીક કર્તવ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયુ છે. ઓલપાડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકિલાબેન મજીઠીયા એ તેના પેન્શન અને નિવૃત મુડીમાંથી આજે કોરોના આઈસોલેશનમાં આરોગ્ય સેવા આપતી બહેનોને તેના પગારના ચેકો અર્પણ કર્યા હતા, નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા વતિ આઈસોલેશન સેન્ટર્સમાં સેવા આપતી કુ. દિપાલી રાજેશભાઈ કિકાણી તથા ભુમિકા દેવરાજભાઈ મીરોલીયા ને પગાર ના ચેક કોકીલાબેન તરફથી અર્પણ કર્યા હતા ઉપરાંત ઉત્રાણ ગામ ખાતે કોમ્યુનિટી હોલમાં લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કોરોના આઈસોલેશન સેન્ટર્સમાં કામ કરતા કલ્પાબેન જી . પરમાર અને અરવિંદભાઈ એમ.ચાવડા ને તેની સેવા મુલ્ય પેટે ચેક અર્પણ કર્યા હતા. કોરોના મહામારીમાં લોકોને મદદરૂપ થવા સુરતમાં અનેક કોરોના આઈસોલેશન સેન્ટર્સ શરૂ થયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને અન્ય દાતાઓ અને સંસ્થાઓ તમામ પ્રકારની મદદ કરી રહયા છે. 60 થી વધુ સંસ્થા ભેગી મળી શરૂ કરેલ સેવા સંસ્થાના માધ્યમથી 15 જેટલા આઈસોલેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. એક નિવૃત પ્રોફેસર તરીકે હવે તે કોરોના માં સેવા નહિ કરી શકે પરંતુ સેવા કરતા વ્યકતિને હું પગાર આપીશ તેવી સંવેદના સાથે કોકીલાબેને દાન આપવા સંકલ્પ કર્યો હતો .આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતને કોકીલાબેન મજીઠીયા એ રૂ .1,00,000 નો ચેક કોરોના કેર ફંડમાં આપ્યો હતો, ફંડ માંથી સમાજ મહિલા તબીબ સ્ટાફને તેનું વેતન ચુકવશે. આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત ઈનર વહીલ કલબ સુરત ઈસ્ટના શ્રીમતિ જયશ્રીબેન ભાલાળા ઉપસ્થિત રહયા હતા .