સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી.
ગીર એટલે સાવજોનું ઘર અને સાવજો વચ્ચે રહેતા મજબૂત માણસોનું નિવાસ. પણ કોરોનાને કારણે પ્રાથમિક સારવાર ના મળતા ત્યાંના વિવશ થયેલા દર્દીઓ માટે 12 દિવસ પહેલા ઉના તુલસીશ્યામ રોડ પર મહોબતપુરા ખાતે ગીરગુંજન સ્કુલમાં 50 બેડનું કોરોના આસોલેશન સેન્ટર ઉતમ સુવિધા ઉપલબ્ધ સાથે શરૂ કરવામાં આવ્યું. જેમાં રહેવા – જમવા તથા કન્સલ્ટન્ટ ચાર્જ વગર ફ્રી માં સેવા આપવામાં આવે છે. આ સેન્ટર ચાલુ થવાથી આજુબાજુનાં ગામોને આ સુવિધાનો લાભ મળ્યો છે. આ ખર્ચ દરેક સમાજનાં લોકો સાથે મળીને ઉઠાવે છે. કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પરિસ્થિતિ ને પહોંચી વળવા ટૂંકા ગાળાનાં આયોજનથી સ્થાનિક સક્રિય યુવાનોની ટીમ દ્વારા રાત દિવસ એક કરીને આઇસોલેસન સેન્ટર ઉભું કરવામાં આવ્યું.
અહીં મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે પગે રહે છે. ઉપરાંત ઇન્જેક્શન, ઓક્સિજન સિલિન્ડર, એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા, દર્દીઓ તથા તેમના સગા માટે રોજ 3 ટાઈમ જમવાનું,1 ટાઈમ નાસ્તો,૨ ટાઈમ ઉકાળા, હળદર વાળું દૂધ, ફ્રૂટ જ્યુસ,અને ચા ની સગવડ સાથે સાથે સૌના મનોરંજન માટે LED સ્ક્રીન પર સાંજે રામાયણ – મહાભારત બતાવવામાં આવે છે. વળી ગીર ગુંજન વિદ્યાલયનું વાતાવરણ એટલું સ્વચ્છ અને સુંદર છે કે દર્દી નું મન પણ આનંદિત રહે છે. ત્યાંની ટીમ 24 કલાક ખડે પગે રહીને દર્દી ને પોતાના પરિવાર નું અંગ માનીને એમની સેવા કરે છે. આ સેવાને વિશેષ બનાવવા સુરતથી પ્રખ્યાત ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ એ પણ ત્યાંની મુલાકાત લઇ દર્દીઓની સારવાર કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, કેનિલભાઈ ગોળકીયા, નિલેશભાઈ ઘેવરિયા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.