70 વર્ષના દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા.
આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે ખુબજ આશિર્વાદરૂપ બની રહ્યું છે, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત પ્રેરિત અને સુદામા ગ્રુપ , મોટા વરાછા યુવા બ્રીગેડ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ અને બીજી સંસ્થાઓ દ્વારા આયોજીત મોટા વરાછા સુદામા ચોક ખાતે ચાલતું નિઃશુલ્ક કોવીડ આઇસોલેશન સેન્ટર દ્વારા આજે વધુ 7 દર્દીઓને વાજતે ગાજતે ઢોલનગારા અને કરતાલનાં સુરે રજા આપવામા આવી હતી, જેમાં એક ડિસ્ચાર્જ દર્દી પરિવાર દ્વારા બીજા પોઝીટીવ દર્દી, દર્દીના સગા સબંધી અને સ્વયંસેવકો માટે લાડવા બનાવી સેન્ટર પર દરેકનાં મોં મીઠા કરી વિદાય લીધી હતી. અત્યાર સુધીમાં આ સેન્ટર પર 223 જેટલા પોઝીટીવ દર્દીઓ આવી આવી ચુક્યા છે જેમાથી 183 લોકો સંપુર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચુક્યા છે.