સુરતમાં OPDની આવક બંધ કરી ડોક્ટરે પોતાના ગામમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા આપી.
કોરોનાનાં કપરા કાળમાં જ્યારે ડોક્ટરો ભગવાન રૂપ સાબિત થયા છે એવા સમયે સુરત શહેરનાં ખ્યાતનામ તબીબી ડોક્ટરની એક ટીમ પોતાની વ્યસ્તતા અને આવક સાઈડ પર મૂકી એક સપ્તાહ માટે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત વતનની વ્હારે અભિયાનમાં અમરેલી,જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જેવા જીલ્લાઓનાં ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ત્યાં સેવા આપી રહ્યા છે. આજનાં અતિ આધુનિક અને મોર્ડન યુગમાં ડોક્ટરો પોતાની ખાનગી હોસ્પિટલોમાં OPD જોઈ રહ્યા હોય તે આવક છોડીને જ્યારે પોતાનાં વતનનું ઋણ ચૂકવવા માટે આંબરડી મુકામે સમી સાંજે ડોક્ટર શૈલેષભાઈ ભાયાણીએ પોતાની ફરજનાં ભાગરૂપે ગામડાનાં ઘરનાં મુખ્ય ત્રણ શબ્દ ઓસરી, ફળિયું અને ફરજો વાળા મકાનોમાં સગવડતા મુજબ ફળિયામાં ટેબલ ખુરશી મૂકી દેશી પદ્ધતિએ 57 થી વધારે દર્દીઓને જોઈ જરૂરિયાત મુજબ દવા આપીને પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા કરી હતી.
આજનાં યુગમાં આવી મહાન સેવા કરી તબીબ ડોક્ટરોએ હજારો લોકોનાં દુઃખ દૂર કર્યા છે ત્યારે લોકોનાં આશિર્વાદ અને દુઆથી કુદરત આવા કપરા સમયમાં આવા ડોકટરોને નિરોગી રાખી વધુમાં વધુ લોકોની સેવાનો લાભ મળી રહે એજ ભાવનાઓ સાથે સુરતથી પધારેલ સેવા સંસ્થાઓના યોદ્ધાઓ ની ટીમ જેમાં ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી ની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, કેનિલભાઈ ગોળકીયા, નિલેશભાઈ ઘેવરિયા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.