” હું જીતીશ કારણકે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું.”
કોરોના ની વિકટ પરિસ્થિતિમાં માનસિક મજબૂત કરવા સુરતમાં 4000 બેનરો લાગ્યા.
લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા કોરોના ના દર્દી ને હૂફ આપવા માટે અભિયાન ચાલુ કર્યું..
કોરોના મહામારી ને લીધે હાલમાં જે પરિસ્થિતિ છે. તેમાં લોકોને સારવાર સાથે સાથે માનસિક તણાવથી દૂર કરવા અને મોટીવેટ કરવા ખૂબ જ જરૂરી છે તેથી હાલના સમયે કોરોના ના દર્દીઓ નો આત્મવિશ્વાસ વધારવાના હેતુસર સુરતના લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ આગળ આવ્યું છે. લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાસીયા અને અજય ઇટાલિયા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પરાગ પાનસુરીયા એ પોઝીટીવ વિચાર આપ્યા છે અને મારૂતિ વીર જવાન ટ્રસ્ટના સહયોગથી સમગ્ર સુરતમાં આશરે ચાર હજાર જેટલા બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સમાજસેવીઓ એ મદદ કરી છે જેથી વધુમાં વધુ લોકોને માનસિક હૂંફ મળી શકે…
લોકલ વોકલ ના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો માનસિક રીતે ભાંગી પડે છે સાથે જ તેમને હિંમત માનસિક હુંફની જરૂર પડે છે તેવા હેતુસર અમે આ સુરતમાં 4000 બેનરો માં શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને તેવા પ્રયત્ન કર્યા છે જેમ કે હું જીતીશ કારણકે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું આ શબ્દથી સુરતની સોસાયટીના ગેટ પર, સર્કલ પર, આઇસોલેશન વોર્ડમાં, સ્મશાનભૂમિમાં, બસ, ધાર્મિક સ્થાનો, હીરા બજાર, શાક માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં બેનર લગાડવામાં આવ્યા છે જેથી કરીને કોરોના પીડિત દર્દીને માનસિક રીતે મજબૂત રાખી શકાય આ માધ્યમથી લોકો ભયમુક્ત બનાશે…
બેનરો ના શબ્દ
- હું જીતીશ કારણકે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું.
- આભને ટેકો દેવાની તાકાત રાખું છું ભૂલતી નહીં ઓ મુસીબત હું માણસ છું
- હું પરમેશ્વરનુ શ્રેષ્ઠ સર્જન છું મને ઈશ્વરે શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરી છે
- એમ થાકી હારી બેસુ શેનો, જીતું નહીં તો હું માણસ શેનો
- ચડે પડે તોય લડે પણ હારે નહીં એ માણસની જાત.
- એમ થાકી હારી બેસુ શેનો, જીતું નહીં તો હું માણસ શેનો.
More news : www.ngofatafatnews.com