ડોક્ટર મિત્રો દ્રારા વિશ્વ માતૃદિવસે સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો..
।। सेवाकर्मः अस्माकं धर्म: ।। એ વાત ને સાર્થક કરતા શહેરના કન્સલ્ટન્ટ ડોકટર મિત્રો દ્રારા સંગઠીત *સેવા* નામના ગ્રુપ દ્રારા આજે સેવા વસ્તીમા મહિલાઓ અને બાળકોમા હીમોગ્લોબિન ચેકઅપ અને આંખો ની તપાસ કરવામા આવી હતી અને તેમની ટ્રીટમેન્ટ કરવામા આવી. હીમોગ્લોબિન ઓછુ હોય તેમને આર્યન ટેબલેટ આપી ને સમજણ આપવામા આવી તેમજ જેમને આંખો ની તકલીફ હોય તેમને ચશ્મા આપવામા આવશે. સારોલી અને મગોબ એમ બે અલગ અલગ વિસ્તારો મા ચેકઅપ કેમ્પ નુ આયોજન થયુ હતુ. જેમા ટોટલ 250 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો.
શહેરના જાણીતા કેન્સર સર્જન ડો. નિકુંજ વિઠ્ઠલાણી એ માહીતી આપી હતી કે તેઓ 75 જેટલા ડોકટરોનું ગ્રુપ છે જેઓ સેવા વસ્તીમાં એક મહીના સુધી દર રવિવારે આવો કેમ્પ કરશે. જે દર્દીઓની લોહીની ટકાવારી ઓછી છે તેમને દવા લીધા પછી મહીનામા ફરી ચેક કરી જોવામા આવશે.. અને જે દર્દીઓ ને આગળ ટ્રીટમેન્ટ ની જરુર જણાય તેમને શહેરના પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા કન્સલ્ટન્ટ અથવા સુપર કન્સલ્ટન્ટ ડોક્ટરો પાસે વિનામૂલ્યે તેમની ટ્રીટમેન્ટ કરી આપવામા આવશે..
।। सर्वे सेवाकर्मनिष्ठः भवन्तु।।