Social Work

સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા જીવીશું ત્યાં સુધી જીવાડીશુંનાં નાદ સાથે શપથવિધિ લેવાય

*સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા જીવીશું ત્યાં સુધી જીવાડીશુંનાં નાદ સાથે શપથવિધિ લેવાય*



સુરત શહેરની 52 સંસ્થાઓનાં સંકલન દ્વારા ચાલતી સંસ્થા સેવાનાં સૈનિકો જ્યારે રાત દિવસ દર્દીનારાયણ ની સેવા કરી રહ્યા છે ત્યારે 600 થી વધારે સ્વયંસેવક મિત્રો સેવા માટે લડવૈયા બનીને જ્યારે કાર્યરત છે ત્યારે સેવા સંસ્થાનાં મુખ્યસ્થાને થી આ સ્વયંસેવક મિત્રોને પણ કોઈપણ પ્રકારની બીમારી કે અઘટિત ઘટના બને તો તેમને કેવી રીતે મદદરૂપ થવું અને આ આઈસોલેશન વોર્ડમાં કાર્યરત સ્વયંસેવકોને જુસ્સો અને જુનુન જળવાઈ રહે તેવા હેતુથી તમામ આઈસોલેશન સેન્ટરનાં જવાબદાર પ્રતિનિધિને બોલાવી માં ભોમ ની સાક્ષીએ શપથવિધિ લેવાય કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડીશું અને આ આપત્તિનાં સમયે આવતા દર્દીઓને વધુમાં વધુ સારી રીતે સેવા મળી રહે એવા પ્રયત્ન કરીશું જો અમારી સાથે અમારા જીવનમાં કોઈપણ અઘટિત ઘટના બનશે તો પણ અમે અમારી સેવા ની ફરજને અવિરતપણે શરૂ રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *