Seva

સાગર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર વિડિયો વાયરલ બાબતે સ્પષ્ટતા.

*સાગર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર વિડિયો વાયરલ બાબતે સ્પષ્ટતા*

સાગર કોમ્યુનિટી હોલ ખાતે *”સેવા” સંસ્થા* પ્રેરિત સામાજિક સંસ્થાઓ, ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપનાં જન પ્રતિનિધિ આમ દરેકનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત આઇસોલેશન સેન્ટર ચાલી રહ્યું છે, સાગર કોમ્યુનિટી હોલ ખાતે સામાજિક સંસ્થા સેવા અને જવાબદારી નિભાવી રહી છે, આ આઈસોલેશન સેન્ટર એકદમ વ્યવસ્થિત જ ચાલુ છે,આપનાં કોર્પોરેટર ના વાયરલ વીડિયો બાબતે જે સેવા આપી રહી છે એ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે, અહીં સેવા આપતી મુખ્ય સંસ્થા ટાઈગર ફોર્સનાં પ્રમુખ મિલનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે વાયરલ થયેલો વીડિયો જૂનો છે અને દવાનો જે ઇસ્યુ હતો એ તુરંત જ સામાજિક સંસ્થાઓ દ્વારા બધી વ્યવસ્થા કરી અને પરિસ્થિત સંભાળી લેવામાં આવી હતી અને હાલ સેન્ટર ખુબ સારી રીતે અને જવાબદારીપૂર્વક ચાલી રહ્યું છે. વિડિયો જૂના અને રાજકીય બાબત નો હોવાથી અત્રે સંચાલન કરતી કોઈપણ સંસ્થા ને ઘટના સાથે લેવા – દેવા નથી અને કોઈપણ રાજકીય પક્ષ કે મુદ્દામાં અહીં સેવા આપતી સંસ્થાઓને જરા પણ રસ દાખવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *