Social Work

રોકસ્ટાર ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સનું કરાયું સન્માન.

રોકસ્ટાર ગ્રુપ સુરત જેમણે લોકડાઉનમાં ખુબ સારી સેવા કરી અનાજ કરીયાણાની કીટ થી લઈને જરૂરમંદ લોકોનાં મકાનભાડા તેમજ લાઈટ બિલ ભર્યા છે એમના દ્વારા અડાજણ ખાતે બીજા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાં જેમણે કોરાના કાળમાં તન મન સમય અને ધન થી યોગદાન આપી સેવા કરી હોય એમની નોંધ લઈ એમને સન્માનિત કર્યા હતા, વર્ષ 2020માં રોકસ્ટાર ગ્રુપ દ્વારા 13,000 ફૂડ પેકેટ, 2000 અનાજ કરીયાણાની કિટો, 400 બ્લેન્કેટ, 26 બાળકોને સ્કુલ ફી સાથે અનેક જરૂરમંદ લોકોનાં મકાનભાડા, લાઈટબીલ, ગેસબીલ સાથે કબાટ, લાઈટ, પંખા, દવા, કપડાંનું વિતરણ કરાયું હતું, હિનાબેન શાહ સંચાલિત રોકસ્ટાર ગ્રુપ દ્વારા લોકડાઉન અને ત્યારબાદ પણ માનવતાનાં અનેક સેવાકીય કાર્યો નિરંતરપણે થઈ રહ્યા છે ત્યારે સેવાકીય કાર્યનાં એક એક કાર્યકર્તાની વિશેષ નોંધ લઈને તેઓને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયા હતા, ગેમ્સ, એન્ટરટેઇનમેન્ટ ની સાથે આ કાર્યક્રમનું સફળ સંચાલન રેડીઓ મિર્ચીનાં RJ ગૌરવે કર્યું હતું.

More news : https://ngofatafatnews.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *