*ઝણકારનો રણકાર…વરસાદી વાતાવરણને અવગણી સુરતનાં ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં વરસ્યા.*
પોતાના અવાજથી સમગ્ર વિશ્વની અંદર છવાઈ જનાર ગુજરાતની ડાયરા-ક્વીન અને કચ્છની કોયલ ગણાતા ગીતાબેન રબારીનો સુરતમાં પહેલી વખત સ્ટેજ પરફોર્મન્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓનાં ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો આવ્યો નોહતો. ઉલટાનું તેઓ મન મૂકીને ગરબા રમીને વરસ્યા હતા. સી.બી. પટેલ હેલ્થ ક્લબ, વી.આઈ.પી. રોડ, વેસુ ખાતે ચાલુ વર્ષે ટી સેવન ઈવેન્ટ્સ દ્વારા કે. ડી એમ ઝણકાર નવરાત્રીનું આયોજન કરાયું છે. જેમાં 26 સપ્ટેમ્બરથી સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી તેમની ટીમ સાથે શહેરીજનોને સુમધુર સંગીત પીરસી ગરબાના તાલે ગુંજાવી રહ્યા છે.
એટલું જ નહિ તે પોતાના મધુર સ્વરથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરીને ઝુમાવી રહ્યા છે. અહીં ફક્ત સુરતનાં નહીં પરંતુ વાપી, વલસાડ, ભરૂચ, મુંબઈ, પુણે જેવા શહેરોમાંથી પણ ખેલૈયાઓ રમવા આવી રહ્યા છે. સુંદર અને સુનિયોજિત રીતે આયોજીત થયેલા નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. અહીં પરંપરાગત ચણિયાચોળી પહેરીને યુવતીઓ થનગનાટમાં જોવા મળી તો યુવકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહભેર ગરબે ઝૂમીને પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.
360 ડીગ્રી ફ્રી ફોટોગ્રાફી સહિત અનેક વિવિધ અત્યાધુનિક ઉપકરણો અને આયોજનથી સુસજ્જ આ નવરાત્રિ છે.