*ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન (DICF) આયોજીત રજવાડી ગામઠી આનંદમેળો*
જ્યારે સમગ્ર ભારત દેશમાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે તેમાં સહભાગી થવા તેમજ 15 મે પરિવારના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન દ્વારા 15 મે ના રોજ સવારે- 8.30 થી રાત્રે 11 સુધી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર, વરાછા ખાતે DICF ધમાચકડી કૌશલ્ય ઉત્સવ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફૂડ અને આર્ટ ક્રાફ્ટનાં 50 સ્ટોલ, અલગ અલગ વિષયોનાં ફ્રી કલાસીસ, આંખ નિદાનનો ફ્રી કેમ્પ દિવસ દરમિયાન અલગ અલગ વિષયો પર 48 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આનંદમેળાનો મુખ્ય હેતું પરિવારોને લગતી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ પરિવારોને અસર કરતી સામાજીક વિષયક પ્રક્રિયાઓનું જ્ઞાન વધારવાની તક પુરી પાડવાનું છે. આ કાર્યક્રમમાં પરિવાર ભાવનાને પ્રોત્સાહન આપવા નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના લોકો આનંદ લઈ શકે તે માટે ફેશન શો થી માંડીને યોગા સુધીની સફર કરાવવામાં આવશે, આ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે, શહેરીજનોને મિત્ર- પરિવાર સહિત પધારવા આમંત્રણ છે.