જો ઈચ્છાશક્તિ હોય તો એક જાગૃત યુવાન શું નથી કરી શકતો એનું તાજેતરમાં એક ઉદાહરણ જોવા મળ્યું છે, કોરોના કાળમાં શહેરમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સુરતનાં જાગૃત અને સામાજીક કાર્યોમાં સક્રિય યુવાન તુષારભાઈ માધવાણીને વિચાર આવ્યો કે પોતાના થી જેટલું શક્ય હોય એટલું આ બાબતે કરવું છે, આ વાતને તેમણે સામાજીક કાર્યોમાં કાર્યરત મિત્રોને કરી સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબા તલાવડીમાં એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું જેમાં IPS ભાવનાબેન પટેલ સહિત શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તુષારભાઈ માધવાણીએ પોતાના મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરી 72 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા.
More news : www.ngofatafatnews.com
FB : NGO FATAFAT NEWS