વિષય :- વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને કારણે લોકો અવારનવાર બીમાર પડતા રહેતા હોય છે ત્યારે સ્વસ્થ રહેવા માટે લોકોને યોગા કરવા અતિ આવશ્યક છે ત્યારે આવા કપરા સમયમાં જ્યારે લોકો ઘરની બહાર કસરત કે યોગા કરવા જઈ શકતા ન હોવાથી લોકો ઘરે કસરત કરવાનું ટાળતા હોય છે આવા વિપરીત સમયમાં વિશ્વ યોગ દિન નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર, સુરત (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર) ના માર્ગદર્શન હેઠળ સંચાલિત એકતા યુથ કલબ, ચાઈલ્ડ એન્ડ યુથ રિવોલ્યુશન ફાઉન્ડેશન યુથ કલબ અને એકતા યુથકલબ દ્વારા ઓનલાઈન યોગા વીકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન લોકોને ઓનલાઇન માધ્યમ દ્વારા કસરત કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તથા કસરત અને યોગ કરતા શીખવવામાં આવ્યું હતું સાત દિવસ દરમિયાન સતત આ પ્રવૃત્તિ ચાલી હતી આજે તારીખ 20 જૂન 2021 ના રોજ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે કિશન પટેલ ગોલ્ડ મેડાલિસ્ટ યોગા કોચ, તનુજા આર્ય સિનિયર યોગ કોચ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ, ઉપસ્થિત રહ્યા હતા તનુજા અલ્ય મેડમ દ્વારા યોગા અંગેની માહિતી તથા તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને લોકોને પોતાના ઘરે રોજ ભેગા કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના નવ જેટલા તાલુકાઓના વિવિધ રાષ્ટ્રીય સ્વયંસેવકો તથા 100 જેટલા યુવાનો તથા સજ્જન વ્યક્તિઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત સુરત જિલ્લાના નવ જેટલા તાલુકાઓના સ્વયંસેવકો સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ ગામોમાં ફરીને લોકોને ડોર ટુ ડોર જઈને યોગ નુ મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી તથા પોસ્ટર મેકિંગ યોગા ડેમોસ્ટ્રેશન વીડિયો અને કવિઝ કોમ્પેટીશન વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરી લોકોમાં યોગા અંગેની જાગૃતિ કરી હતી તથા દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સુરત જિલ્લાના જિલ્લા યુવા અધિકારી એવા શ્રી સચિન શર્મા ના નેતૃત્વ હેઠળ સફલ બનાવવામાં આવ્યો હતો.