
આપણા દેશમાં સૌથી વધુ યુવા વર્ગ હોવાથી એને યુવાઓનો દેશ કહેવામાં આવે છે. આજનાં યુવાનો દેશની આવતીકાલ છે. એમનો વિકાસ દેશનો વિકાસ છે ત્યારે યુવાનો કોરોનાના વણથંભ્યા કહેરને ભુલીને વિકાસની વાત કરે, ‘કોરોના’ ભુલીને ‘ડરો ના’ નો સંદેશ દેશને આપે ત્યારે આપણને દેશના યુવાધન પર ચોકક્સથી ગૌરવ થાય.
યુવાનોના સર્વાગી વિકાસને લક્ષમાં રાખીને કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. તેના દ્વારા ચાલતી અનેક પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં 14 હજારથી વધુ બિઝનેસમેનનું સંગઠન છે. ગુજરાતના અલગ અલગ ઝોનમાં હાલમાં તેની 10 વીંગ કાર્યરત છે. જેમાં યુવાનો પરસ્પર નેટવર્કીગ દ્વારા વેપાર- ઉદ્યોગ કરે છે. જયાં સ્વના વિકાસની વાત નહીં સર્વના વિકાસની વાત છે.
આવા ઉપયોગી સંગઠનમાં અમદાવાદ ઝોન ખાતેની ઈનસ્પાયર અને ઇનોવેટર જેવી 2 વીંગ ઉપરાંત નવાં મોરપીંછ સમાન વધુ એક ત્રીજી વીંગનું ડેડીકેટરનું ગ્રાન્ડ લોન્ચીંગ તારીખ:15-09 મંગળવારના રોજ સવારે 8:30 કલાકે ઝુમ મીટીંગમાં દ્વારા થશે. જેમાં યુવાનોને મોટીવેશન આપવાં ગેસ્ટ સ્પીકર તરીકે શ્રી નટુભાઇ પટેલ (ઉપપ્રમુખ-સરદારધામ, પ્રેસીડન્ટ- GCCI, મેઘમણી ગ્રુપ) શ્રી કે.આઇ.પટેલ (મંત્રીશ્રી-સરદારધામ એવમ વાઇસ પ્રેસીડન્ટ – GCCI) તેમજ પ્રમુખસેવક ગગજી સુતરીયા હાજરી આપશે.