યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી ટ્રસ્ટના સાથી મિત્રો દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્ર હિતની સેવાકીય પ્રવુતિ થઇ રહી છે. તેમાં દરેક સેવા કાર્યમાં સેવા આપતાં સાથી મીત્રોના પરિવારનુ પણ ખુબજ મોટું યોગદાન,બલિદાન અને સાથ સહકાર રહેલો છે, ખાસ કરીને માર્ચ 2020 થી મે 2021 આ સમયગાળા દરમિયાન કોરોના નો એવો તો કહેર હતો કે લોકોં એકબીજા પાસે જતા પણ ડરતા હતા ત્યારે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સાથી મીત્રો પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જરૂરિયાત મંદ પરિવારને કરિયાણા કીટ વિતરણ પણ કરવામાં આવી હતી, અને કોરોના વેવ-2 માં ગુજરાતનું પ્રથમ આઇસોલેશન સેન્ટર ચાલુ કરી અનેક પરિવારને શારીરિક રીતે બચાવ્યા જ હતા પરંતુ આર્થિક દેવાના ડુંગર નીચે દબાતા પણ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સાથી મિત્રોએ બચાવ્યા હતા, કોવીડ આઇસોલેશન માં સેવા આપતાં આપતાં સૌરાષ્ટ્રમાં જયારે તોકતે વાવાઝોડા ત્રાટક્યું ત્યારે અસરગ્રસ્ત વિસ્તારો માં ટ્રસ્ટના સાથી મીત્રો વતન ની વ્હારે પહોંચ્યા હતા આવી અનેક ભગીરથ સેવાને બિરદાવવા તા. 29-8-2021 ને રવિવાર ના રોજ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ અગ્રણી અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા ના અધ્યક્ષ સ્થાને પ્રથમ પારિવારિક સ્નેહમિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી દ્વારા ખુબ સરસ મજાનું પારિવારિક અને સંવેદના વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને દરેક સાથી મિત્રોના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા,
સાથે સાથે મુખ્ય મહેમાન તરીકે મનહરભાઈ સાચપરા (યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ), નીતિનભાઈ રાદડિયા (બોરાળા), નટુભાઈ કાછડિયા પારૂલ ગ્રુપ, શ્રી હરિભાઈ કથીરિયા,પી.પી સવાણી ગ્રુપ, અલ્પેશભાઈ કથીરિયા તેમજ સમાજ-મોભીઓ અને વિવિધ સામાજીક સંસ્થાઓ- આગેવાનો ને પણ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પરિવાર ની બહેનો દ્વારા માં-બાપને ભૂલશો નહિ નું સુંદર મજાના અભિનય ની ઝાંખી કરાવી હતી તેમજ ઝાહી જીગ્નેશભાઈ ઢોલા અને ક્રિશા ઘોરી દ્વારા લાઈવ પેન્ટિગ દર્શાવીને પરિવારને પોતાની કળા ના દર્શન કરાવ્યા હતા, તમામ સેવાકીય મહાભગીરથ માનવ સેવાનો જશ યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની 75 સભ્યો ની ટીમ ને જાય છે, કાર્યક્રમનું સુંદર સંચાલન ભાવેશભાઈ રફાળિયા અને મનીષભાઈ વઘાસિયા દ્વારા કરાયું હતું.