*યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટે સુરતથી સૌરાષ્ટ્ર રાહતસામગ્રી રવાના કરી*
યુવા સંસ્કૃતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 300થી વધારે કરિયાણા કીટ તેમજ 1000 જેટલા ફૂડ પેકેટ અને અન્ય સામગ્રી જેવી કે ચાદર બ્લેન્કેટ કપડા કેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોકલવામાં આવી હતી,
ગુજરાતના હદય સમા સૌરાષ્ટ્રમાં આવી કુદરતી આપત્તિ આવી હોય ત્યારે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ પોતાની ફરજ સમજીને સરથાણા વિસ્તારમાંથી બધી જ સામગ્રી ભેગી કરીને તેમજ અમુક સામગ્રીઓ ખરીદીને કરિયાણા કીટ બનાવવાનો નિર્ધાર કરીને આજે 300 જેટલી કિટો અને 1000 જેટલાં ફૂડ પેકેટો બનાવીને ટ્રક મારફતે સૌરાષ્ટ્ર માટે રવાના કરી હતી અને સાથે સંસ્થાના સ્વયંસેવકો પણ સૌરાષ્ટ્ર માં સેવા માટે રવાના થયાં હતા.