કર્ણની ભૂમિ સુરત હર હંમેશ કોઈને કોઈ બાબતે અવનવા ઈતિહાસ રચી રહી છે ત્યારે વિશ્વ પર આવેલી આ મહામારી સમયે સુરત શહેરનાં હજારો લાખો પરપ્રાંતિઓ તેમજ જરૂરિયાત ભુખ્યાઓને ભોજન તેમજ અનાજ કરિયાણાની કીટ વિતરણ હોય, રક્તદાન, પ્લાઝમા ડોનેશન કે પછી કોરોના પોઝિટિવ માટે આઇસોલેશન વોર્ડ ઉભા કરવાના હોય સુરત સેવાકીય કાર્યમાં સદાય અગ્રેસર રહ્યું છે અને રહેશે. આ કાર્યમાં એક નવી પહેલ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે શ્રી મનસુખભાઈ ધડુક, સાહિલભાઈ ધડુક સંચાલિત સુજવ ડેવલોપર્સ દ્વારા કરવામાં આવી છે એમના વેસુ ફાર્મ હાઉસ પર 35 બેડરૂમ, 3 MD ડોક્ટર સાથે દવા,પાણી, ભોજન અને ફળફ્રુટની વ્યવસ્થા વિનામુલ્યે ઉભી કરાય છે વધુ માહિતી આપતા ધર્મેશભાઈ કે. ડોબરીયા જણાવે છે કે જેમને ડોક્ટરે 14 દિવસ હોમ કોરેન્ટીનની સલાહ આપી હોય એ દર્દીઓને પ્રકૃતિના ખોળે રમણીય વાતાવરણમાં બધી સગવડતા સાથે વિનામુલ્યે સેવા આપવાની સુજવ ડેવલપર્સ દ્વારા પહેલ કરાય છે સાથે વિશેષમાં એ પણ જણાવ્યું છે કે સુરતમાં જે પરિવાર ભાડું ન ભરી શકતા હોય તેમના માટે કંપનીનાં વેસુમાં 755 ફ્લેટ છે ત્યાં પ્રથમ ત્રણ મહિના ફ્રી અને ત્યાર પછી 1000 ₹ ભાડું, 3 BHK માં ફ્રી વાયફાય, CCTV કેમેરા, સિક્યુરિટી ગાર્ડન સાથે આ સુવિધા ઉપલબ્ધ થશે ઉપયુક્ત બંને બાબતો માટે 84695 66433/ 70964 66433 પર સંપર્ક કરવા વિનંતી છે.
More News : www.ngofatafatnews.com