હોસ્પિટલ કરતા પણ ઉત્તમ પ્રકારની સુવિધાઓ આપતું આઈસોલેશન સેન્ટર.
સામાન્ય અને મધ્યમ વર્ગીય વિસ્તાર સાગર મરઘા કેન્દ્ર કોમ્યુનિટી હોલ ખાતે ઉત્તમ પ્રકારની સેવા સાથે કાર્યરત આઈસોલેશન સેન્ટર સેમી હોસ્પિટલ જે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં માધ્યમથી કાર્યરત છે તેમાં દર્દીઓને ડ્રેસકોડ આપી પ્રાઇવેટ હોસ્પિટલની જેમ સુવિધાઓ ઉપલબ્ધ કરાય રહી છે આ કાર્યમાં ટાઈગર ફોર્સ, કામધેનુ સેવા મંડળ, શ્રી મંગલનાથ આહીર યુવક મંડળ, SRD ટ્રસ્ટ, રાષ્ટ્રભૂમિ સેવા સંઘ, આત્મિય ચેરીટેબલ ટ્રસ્ટ, સોશિયલ આર્મી જેવી સામાજીક સંસ્થાઓ આગળ આવી આ કાર્ય માટે 24 કલાક પોતાનું યોગદાન આપી રહી છે મિલન ચૌહાણ દ્વારા મળતી માહિતી મુજબ અહીં મોટી ઉંમરના દર્દીઓ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે જેમના માટે ખાસ પ્રકારે આર્યુવેદીક ઉપચારો સાથેની ટ્રીટમેન્ટ સંપૂર્ણ રીતે વિનામૂલ્યે થઈ રહી છે વિશેષમાં જણાવતા મોટી ઉંમરના દર્દીઓ માટે લીમડાનું દાંતણ જેવી નાની નાની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાય રહી છે તેમના સાથી મિત્રો બિપિન તળાવીયા, વિપુલ મોવલિયા, પ્રેમ મોલિયા તેમજ નજીકના વિસ્તારના ડોક્ટર મિત્રો દ્વારા આ દર્દીઓની સેવા પૂરી પડાય રહી છે અહીં મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે નાસ્તો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બપોર તેમજ સાંજના ભોજનની વ્યવસ્થા સમયાંતરે
ફ્રુટ જ્યુસ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરી રહ્યા છે આવા કપરા સમયમાં આવી ઉત્તમ પ્રકારની સેવા કરતા તમામ સભ્યશ્રીઓ અભિનંદનને પાત્ર છે અહીં દર્દીનાં મનોરંજન માટે ભજન સત્સંગ સાથે ડાયરાનું આયોજનો વહેલી સવારે યોગાઓ તેમજ સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા દર્દીઓની મુલાકાત સાથે રામનવમી, હનુમાન જયંતિ જેવા તહેવારોની ઉજવણી કરી ભાવવીભોર લાગણીભર્યું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. અહીં દર્દીઓ સાજા થઈને આ સેવાનાં ઉત્તમ કાર્યમાં જોડાય રહ્યા છે, આવા આઈસોલેશન સેન્ટરનાં વહેવાર થી દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાનું રોજીંદુ જીવન જીવી રહ્યા છે.
More news : www.ngofatafatnews.com