અનોખી અન્નસેવા:- સુરતમાં હોમ કોરોન્ટાઇન અને આઈસોલેશન સેન્ટરોમાં રહેલા કોરોના દર્દી અને પરિવારને ફ્રી ભોજન વ્યવસ્થા.
એક જ પરિવારનાં ચાર સભ્યો કોરોના વાયરસની ચપેટમાં આવતા તે લોકો રસોઈ બનાવે એ તો દુરની વાત છે પણ ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં કિશોરભાઈ ત્રાપસીયા નામની વ્યક્તિને જાણ થતા એમના મિત્ર મંડળ સાથે મળી એક જાગૃત નાગરિક તરીકે નિર્ણય લઈને આવા પરિવારોને નિઃશુલ્ક ઘરે બેઠા ભોજન વ્યવસ્થા મળી રહે એ હેતુથી પાટીદાર સ્વીટ & કેટરર્સનાં સહયોગથી દસ દિવસ પહેલા આ શુભ શરૂઆત કરી હતી. આ સેવામાં દરરોજ 2200 થી વધારે ભોજનડિશ ની વ્યવસ્થા થઈ રહી છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન રોટલી, શાક, દાળ, ભાત, સલાડનો સમાવેશ કરવામાં આવે છે. સુરત શહેરમાં સેવા સંસ્થા દ્વારા ચાલતા તમામ આઈસોલેશન સેન્ટરોમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં આર્થિક સહયોગથી બપોરે અને સાંજે 450થી વધુ ભોજન ડિશની વ્યવસ્થા આ સેવાભાવી વ્યક્તિઓ દ્વારા સમયાંતરે મળી રહે છે. આમ જનતા સુધી આ સેવાકીય પ્રવૃત્તિ ની નોંધ લેવાય તે હેતુથી એમની તસવીરો સાથેની માહિતી અહીં રજૂ કરેલ છે.
More news : www.ngofatafatnews.com