Jan Jagruti work

સુરત શહેરનાં જાગૃત નાગરિક વિપુલ સાચપરા તરફથી ગેસ, વીજ કંપની અને તંત્રને અપીલ કરાય છે.

પડતા ને પાટુ… દુબળા ને બે જેઠ મહિનાનો અહેસાસ કરાવતી ગેસ અને વિજ કંપનીઓ

કોરોનાના કહેર (corona virus) વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી જેમાં મધ્યમવર્ગની હાલત સૌથી વધુ કફોડી બની છે. ત્રણ મહિના થી કામધંધો રોજગાર બંધ હોવાથી આ વર્ગનાં સભ્યો બેરોજગાર બન્યા છે. આવક ન હોવાથી આવા પરિવારો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા છે, એકબાજુ આવક બંધ બીજી બાજુ અગણિત ખર્ચાઓ ચાલુ, વધુ ચોંકાવનારી અને સ્તબ્ધ કરનારી એ બાબત ધ્યાનમાં આવી છે કે ગેસ અને લાઈટ બિલો ત્રણ થી ચાર ગણા વધુ આવ્યા છે, શહેરમાં રહેતા વિવિધ લોકોએ અસામાન્ય રીતે વધુ આવેલા લાઈટ બિલની ફરિયાદ કરી છે. લોકડાઉન દરમિયાન જે ગેસ અને લાઈટ બિલો આવ્યા છે તે અકલ્પનીય અને સમાજની બહાર છે, લાઈટ બિલ જોઈને લોકોના તમ્મર ચડી ગયા છે. લોકડાઉન દરમિયાન મોટાભાગના શહેરીજનો ઘરમાં જ હતા અને સામે કોઈ કમાણી પણ ન હતી અને સેવિંગમાંથી ખર્ચ કરતા હતા, બિલોની ફરિયાદ અંગે ફોન દ્વારા વીજ કંપનીમાં સંપર્ક કરતા જવાબ મળ્યો હતો કે ઉનાળા ના લીધે બિલો વધુ આવ્યા છે, પરંતુ જેઓ લોકડાઉનમાં લોક મારીને વતન ગયા હતા એમનાં બિલો પણ મોટા આવ્યા છે એ અંગે ફરિયાદ કરતા વીજ કંપની પાસે કોઈ જવાબ નોહતો, અને ગેસનો ઉપયોગ તો શિયાળામાં વધુ હોય છે કારણકે શિયાળામાં ગેસ ગીઝર આ સમય દરમિયાન વધુ ચાલતા હોય જ્યારે નવાઈની વાત તો એ છે કે ઉનાળામાં ગેસબીલો પણ ઘણા વધુ આવ્યા છે, કોરોના વૈશ્વિક મહામારીને પગલે લોકો પાસે કામધંધો રોજગાર ના હોવાથી શહેરની મોટાભાગની જનતા પોતાનાં ઘરમાં જ હતી. ગરીબ તથા મધ્યમ વર્ગનાં લોકોને લાઈટ અને વીજ બિલ અનેકગણા આવ્યા છે એમાં રાહત આપવામાં આવે એવી સુરત શહેરનાં જાગૃત નાગરિક વિપુલ સાચપરા તરફથી ગેસ, વીજ કંપની અને તંત્રને અપીલ કરાય છે.

More News : www.ngofatafatnews.com

fb : NGO FATAFATNEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *