Jan Jagruti work Social Work

અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ APPL નો થઈ રહેલો શુભારંભ.

અધેવાડા એટલે સંત શિરોમણી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ, ભાવનગર ની બાજુનાં આ ગામ માંથી 800 સભ્યો સુરતમાં રહે છે, અધેવાડા એકતા ગ્રુપ-સુરત છેલ્લા 18 વર્ષથી સક્રિય છે જે સ્નેહમિલન કાર્યક્રમ દ્વારા સામાજીક સંદેશ આપે છે, ગામનાં યુવાનો એકબીજા નજીક આવે અને એમનામાં રહેલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળે એ હેતુથી એમને પ્લેટફોર્મ આપવા અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ APPL નો શુભારંભ થઈ રહ્યો છે કુલ 6 ટિમો ભાગ લેશે જેમાં હરે ક્રિશ્ના આર્ટસ, નિર્મલ ગ્રુપ, બ્રહ્માણી આર્ટસ એવેન્જર
બર્થ & બીયોન્ડ, દિયાન એન્ટરપ્રાઈઝ, શાઈન જવેલ્સ નો સમાવેશ થાય છે, ખેલાડીઓનું ઓક્શન થોડા દિવસો પહેલા કરાયું હતું, ટુર્નામેન્ટ મુખ્ય સ્પોન્સર મલ્હાર ઢોસા- અબ્રામા રોડ, ટીશર્ટ સ્પોન્સર સ્કાય બર્ડ હોલીડે,
ટ્રોફી સ્પોન્સર વાઘાણી બ્રધર્સ છે, આ ટુર્નામેન્ટ 20 માર્ચના રોજ કેપિટલ ગ્રાઉન્ડ, મોટા વરાછા ખાતે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *